share this:

રવિવાર, 11 જુલાઈ, 2021

બિનવ્યવહારિક પદ્ધતિ

આપણે એવો અભ્યાસક્રમ ભણી રહ્યા છેએ જે પેઢીદર પેઢી ફરી ફરીથી ભણાવવો પડે છે કે જણાવવો પડે છે!

આપણે એવો કોઈ અભ્યાસક્રમ નથી ભણી રહ્યા કે જે સ્વતઃ આવનારી પેઢીઓમાં ઉતરે...
કાં તો આપણે એવો અભ્યાસક્રમ નથી બનાવી શક્યા, કાં તો આપણે કંઈક ખોટી રીતે ભણી રહ્યા છીએ... તો અને માત્ર તો જ એક પેઢીને પ્રાપ્ત કરેલ જ્ઞાન/જાણકારી બીજી પેઢીને નથી મળતી...
આજે એક શિક્ષક પોતાના બાળકને શિક્ષક નથી બનાવી શકતો, ડોક્ટર એ ડોક્ટર નથી બનાવી શકતો... વગેરે...
મતલબ કે જે પિતા અભ્યાસક્રમ મુજબ ભણીને કોઈ કારીગરી શીખ્યો છે એ કારીગરી સીધી જ બાળકમાં નથી ઉતારી શકતો... 

ભૂગોળ કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો ફરી ફરીથી પેઢીઓની પેઢીઓ અભ્યાસક્રમ મુજબ ભણે રાખે છે... કોઈ સમજણ કે સમજૂતી સીધી જ પિતા તેના પુત્રને આપી નથી શકતો કે ઉતારી નથી શકતો, પુત્રને તેના પિતાની માફક પેલો અભ્યાસક્રમ ભણવો જ પડે છે...
જો કે ભૂગોળ કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો બદલાતા નથી તો પણ એને એ જ બાબતો ને ભણવા માટે ફરી ફરીથી પેલો અભ્યાસક્રમ ભણવો પડે છે...

તો વળી અહીં પિતાની ભૂમિકા પર પણ સવાલ ઉભો થાય છે કે શા માટે તે પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાન/જાણકારી પોતાના બાળકોને નથી આપી રહ્યો કે નથી આપી શકતો?

ફરી એ જ મુદ્દો...
કાં તો આપણે એવો અભ્યાસક્રમ નથી બનાવી શક્યા, કાં તો આપણે કંઈક ખોટી રીતે ભણી રહ્યા છીએ...

હું કોઈને પણ એવી પધ્ધતિ તરફ વળવાનો ઈશારો નથી જ કરી રહ્યો કે કુંભારનો દીકરો કુંભાર કે વાળંદનો દીકરો વાળંદ જ હોવો જોઈએ... ના ક્યારેય નહીં...
અહીં વાત પ્રાપ્ત જ્ઞાન/જાણકારીના વિસ્તારની છે... આબેહૂબ એવું જ બનવું કે એવું જ કરવું... અથવા ન છૂટકે કે પરાણે પિતાનો વ્યવસાય સાંભળવો જ પડે એવી જડતાની તો હું ચર્ચા જ નથી કરી રહ્યો અને હું એવી ગુલામીને માન્ય સંસ્કૃતિ સ્વીકારતો પણ નથી...
દરેકની ઈચ્છાઓ અને યોગ્યતાઓ અલગ છે એમા સવાલો પણ ન ઉઠવા જોઈએ કે તારે આમ ન જ કરવું જોઈએ! કે તું આવું કામ કેમ કરી શકે?
વર્તમાન 21મી સદીની મુખ્ય અને અત્યંત જરૂરી બાબત છે કે શા માટે પિતાએ પ્રાપ્ત જ્ઞાન/જાણકારી તેના બાળકને તેના જ દ્વારા પ્રાપ્ત નથી થતી...

ફરી બીજી એક સ્પષ્ટતા... અહીં આપણે કોઈ વારસાગત સ્વભાવ કે ગુણોની વાત તો કરી જ નથી રહ્યા... આપણે એવું ક્યારેય ન બોલી શકીએ કે 'મોરનાં ઈંડા ચીતરવા ન પડે' કારણકે આપણે મોર નથી માટે!
આપણે એક માણસ છીએ અને દરેકમાં સ્વતંત્ર વિચારગુણ રહેલો છે માટે...

તો આપણે સાંભળીયે છીએ કે આ શિક્ષણ પદ્ધતિ તો માત્ર કારકુનો જ બનાવે છે... (જોકે એમાં હું પૂર્ણતઃ સહમત નથી...) પણ વધુમાં હું એવું કહીશ કે આ શિક્ષણ પ્રણાલીમાંથી તો કારકુનનો દીકરો પણ એના જેટલી યોગ્યતા સીધી જ પ્રાપ્ત નથી કરી શકતો...

એટલે મારી ચર્ચાનો હાર્દ એ છે કે ... 'આપણામાં જ્ઞાનનો ક્ષય થતો જઈ રહ્યો છે!' આપણે ઓછા બનતા જઈ રહ્યા છે... 
'જ્ઞાન આપણા શરીર, બુદ્ધિ કે આત્માને વળગી જ નથી રહ્યા ને!' તો પછી dna મારફત વારસામાં કેવીરીતે આવી શકે?'
આપણે અભ્યાસક્રમ દ્વારા પ્રાપ્ત જ્ઞાન/જાણકારી આપણી ઢળતી ઉંમર સુધી પણ ટકાવી શકતા નથી તો આવનારી પેઢીમાં એ સ્વાભાવિક રીતે જ ઉતરી આવે એતો બવ દુરની વાત કે'વાય! અશક્ય બાબત છે, હાલની પરિસ્થિતિ મુજબ!

આપણે માત્ર જાદુઈ કે ઈશ્વરીય અવતાર સ્વરૂપ જ્ઞાનીઓની જ રાહ જોવી પડશે...
કેમ કે આપણી અને આપણી આવનારી પેઢીઓમાં જે જ્ઞાન વધતું જવું જોઈએ એ ઘટના ક્યાંક અટકી જઈ છે... એટલે ચમત્કારી જ્ઞાની આત્માના અવતરણ સિવાય આપણી પાસે કોઈ અન્ય માર્ગ જ નથી!
(હું એવા ચમત્કારની નથી માનતો... કોઈપણ જીવ જ્ઞાન સાથે જ ગર્ભમાં પ્રવેશતો જ નથી... એ શીખીને જ બીજાઓને શીખવે છે! કસું અવકાશીય જ્ઞાન જેવું નથી હોતું કે જે વગર સમય આપે કે પરિશ્રમ વગર સીધે સીધું પ્રાપ્ત થાય)

શિક્ષણ સાથે, વર્તમાન માનસ સાથે અને આપણી યોગ્યતા સાથે સંકળાયેલ આ મુદ્દો છે...
જેના પર બવ ઓછા શિક્ષકો કે સુધારકો ચર્ચા કરી યોગ્ય કરવા પ્રયત્નશીલ છે! 

આનો ઉપાય પણ છે... એ છે અભ્યાસક્રમમાં સુધાર અને શિક્ષક બનવાની પત્રતામાં બદલાવ...

જીવન પદ્ધતિ જ અભ્યાસક્રમ અને દરેક અનુભવી માણસ એક શિક્ષક બનવો જોઈએ...
(મને હસવું આવી રહ્યું છે... કારણકે આપણે હજુ આ સરળ અને સીધી બાબત સમજવામાં પણ અસક્ષમ છીએ...)

આપણે તો કારકુન પેદા કરવામાં માનીએ છેએ...
આપણે કર્મચારી પેદા કરવામાં માનીએ છેએ...
આપણે ગુલામી જેવી મનોદશાનાં વાહકો જ બની રહેવા માંગીએ છીએ...

આપણે ખરેખર પ્રકૃતિ દ્વારા બનાવેલ જીવ (માણસ)ની ખરી યોગ્યતા સુધી પહોંચવાની ઈચ્છા જ ખોઈ બેઠા છીએ...

પણ અમુક હજુ પ્રયત્નશીલ છે...

-Mahesh Jadav

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Follow us: