share this:

રવિવાર, 18 જુલાઈ, 2021

ઘરનો લીંબડો

એક નાનો જમીનનો ટૂકડોઅમે એનાં પર એક સામાન્ય પતરાંવાળું ઘર’ બનાવ્યું! પરિવારનાં પાંચ સભ્યોએ આ ઘર ઉભું કરેલુંલગભગ ચાલીસેક હજારનો કુલ ખર્ચ બેસેલો! એ પણ ઉધાર અને માંગીને લાવેલ રૂપિયે! પણ પોતાનું ઘર બન્યું એટલે નિરાંત હતી હવે ઘરભાડું નઈ ચુકવવું પડે એની રાહત! 2007માં એ ઘર બનેલુંહું BScનાં પ્રથમ સેમેસ્ટમાં હતો!

એક ચોમાસાં બાદ આંગણે લીમડાંઓસુરબાવળોગોરશામલીબીજાં નાનાં છોડવાઓ જેવું ઘણું ઉગી નિકળયુંઘરને ફરતે કાંટા-બાવળની વાડ બનાવી એમાં પણ વેલાઓ આવવાં લાગ્યાં! પાણી પણ સમયસર મળતું એટલે વર્ષો-દહાડાંઓ પસાર થતાં ગયાંપેલાં વુક્ષો અને છોડવાઓ ઘેરાવા લાગ્યાંપેલી વાડ પણ મોટી થતી જતી!

વનસ્પતિઓએ બીજી જીવસૃષ્ટિનાં રહેણાક માટેનો ઉત્તમ માહોલ અને સગવડતાઓ પુરી પડી અને અમારી પણ કોઈ ખાસ ડખલગીરી નોતી એટલે વૃક્ષો પર પંખીઓચકલાંઓ વસવાટ કરવાં લાગ્યાંખિસકોલાંનોળિયાંઉંદરો જેવાં વિધ-વીવિધ જીવો રેવા લાગ્યાં હતાં! પ્રકૃતિ અમારે આંગણે નજર સામે જ રમતી!

BSc પૂરું કરી હું MSc માટે રાજકોટ ગયો! થોડો સંપર્ક ઓછો થયો ઘર આંગણે ફુટી નિકળેલ સૃષ્ટિ સાથે પણ જ્યારે વેકેશન મળતું ત્યારે વળી પાછો આનંદ મળતો! ક્યારેક કોઈ ઝાડની કોઈ ડાળને પણ જો ઘરનું કોઈ સભ્ય કાપતું તો દૂ:ખ અને ગુસ્સો આવતો!
દિવસો પસાર થતાં!

2015માં મને નોકરી મળયાં બાદ ઘરની આર્થિક સ્થિતિમાં સુધાર આવ્યો અને આ જુનાં ઘરને ફરી બનાવવાની ઈચ્છા મારાં બાપુજીને થઈ! અમારું આ ઘર જોઈને અમુક લોકો લગ્નની વાતો ચલાવતાં ન હતાં, “આવાં ઘરમાં તે વળી કોણ દિકરી આપે?” આવું સાંભળી આ ઘરને હવે થોડું મોટું અને વ્યવસ્થિત કરવાનો નિર્ણય મારાં બાપૂજીએ લીધો!

2016-2017 સુધી અમારું નવું ઘર બની રહ્યું હતુંજુનું ઘર જે હતું એની જ જગ્યા પર આ બનાવવામાં આવેલુ એટલે ધીરે ધીરે બનાવેલજુનાં ઘરનો થોડો ભાગ તોડતા જતાં અને ત્યાં નવાં ઘરનો હિસ્સો બનતો જતો! અને પરિવારનાં સભ્યો અને એક મજુર અને બે કડિયાથી જ આ બનેલ એટલે વાર લાગે એ સ્વાભાવિક જ હતું!

પણ મને જેની ઈચ્છા જ ન હતી એવું બન્યુંઅને હું હાજર પણ ન હતો! નોકરી પંચમહાલ જીલ્લામાં સુરેંદ્રનગરથી કલાકનો રસ્તોથોડી વધારે રજાઓનો મેળ પડતો કે વેકેશન હોય તો જ ઘેરે આવવાનું થતું! હવે ઘરને થોડું મોટું બનાવવાનું હતું એટલે અને જ્યાં સુધી ઘર બને ત્યાં સુધી તેનાં કપચીઈંટોરેતીસિમેન્ટ અને બીજાં સાધનો વગરે રાખવા માટે ઘરની સામેની જગ્યા પર આપમેળે ઉગેલા ઝાડવાંઓને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો!

જે કાંટા-બાવળ અને વેલાઓની વાડ હતી તેને પણ હટાવવાનો નિર્ણય લેવાયો! અને હટાવી પણ દેવાયા! જે નડતું’ હતું એને દૂર કરો એવી વાત! (હવે કોણ કોને નડે છે એ આપણે ક્યારેક વિચારવું જોઇએ!)

એ ઝાડ અને વાડમાં ઘણી જીવ-સૃષ્ટિ વાસ કરતી હતી… કાબરહોલાચકલાંખિસકોલાંનોળિયાઉંદરોદેડકાઓ… આ બધાં અને એમનાં પરિવારો! આ પણ એમનું ઘર જ હતું… પણ દરેકને માત્ર પોતાનાં ઘરની જ પડી હોય છેએટલે એમનાં ઘરનાં ભોગે જ આપણે આપણું ઘર બનાવતાં હોઈએ છીયે! બધુ સાફ કરી દેવાયું!

એક લીમડો બાકાત રહ્યો હતો કેમ કે પ્લાન’ મુજબ એ હમણાં નડતો ન હતો! પણ એને દૂર કરવાનો તો હતો જ!

એક સમયે ઘર પણ નોતું દેખાતું એટલાં અને એવાં વૃક્ષો ઘર આંગણે હતાં!

        ઘર બનવાનું ચાલુ જ હતું એ ઉનાળે હું વેકેશનમાં ઘેરે આવ્યો! મનમાં વૃક્ષોને પાડી દીધાંનું દુખ તો હતું જજો મને જાણ હોત તો અડધાં ઝાડોને તો કપાવા જ ન દેત… અને ઉનાળાનાં તડાકાએ પણ એ વનસ્પતિઓની ખુબ યાદ અપાવી!

હવે હાલ પેલાં એક લીમડાને કપાતો બચાવવાની વાત હતી… એ લીમડાને કાપીને ત્યાં એક પાણીનો ટાંકો બનાવવાનો પ્લાન હતોપણ મેં એની સહમતિ ન દર્શાવી!

આપડે પતરાંનો શેડ બનાવી દઈશું એટલે છાંયો તો મળશે જ એમાં આ ઝાડને રાખવાની શું જરુર?” આવી દલીલો મારી સામે આવીમે પણ મારી દલીલો આપી અને લીમડો તો કપાશે જ નહિ એવી હઠ મેં પકડેલી!જો ટાંકો મોટો જ બનાવવો છે તો એને ઊંડો બનાવોપહોળો બનાવીને આ લીમડાને હટાવવો મને યોગ્ય લાગતું નથી!” એટલે પછી આ લીમડાને ન કાપવાની મારી વાત માન્ય રહી! અને જેટલાં પણ ઝાડવાંઓ કાપવામાં આવ્યાં છે ઓછાંમાં ઓછાં તેટલાં ઝાડ-છોડ જેટલી પણ ખાલી જગ્યા ઘરની આસપાસ બચી છે ત્યાં ઉગાડવામાં આવે એવુ વેકેશન દરમિયાન જ નક્કી કર્યુ

હાલ તો એ બચાવેલો લીમડો થોડો મોટો બની ગયો છે… બીજાં છોડ-ઝાડ પણ ઉછરી રહ્યા છે… ફરીથી પેલાં બેઘર બનેલાં જીવોને થોડો આશરો મળતો થયો છે… અને મને આ ભરઉનાળામાં ટાઢો છાંયો! મારું આખું વેકેશન અમારાં આ લીમડા નિચે જ નીકળે! સવારે થી સાંજનાં સુધી આ જ લીમડા નિચે હુ હોવ છું… ગરમી કે તાપ મને અડી પણ નથી શકતા! અને અલગ અલગ જીવોનું સાનિધ્ય મળે એ વધારાનું! પ્રકૃતિને ખોળે રહુ છું!

મેં આ લીમડાને કપાવા ન દીધો! મને ગર્વ સાથે રાહત મળી! એનું એક પણ પાન કે ડાળી ન કપાય એની સઘળી જવાબદારી મારી પોતાની છે એવું હું માનું છું!

ભલે દરેક જગ્યાએ તમારું કંઈ ન ચાલે પણજ્યાં તમારું ચાલે છેજ્યાં તમારું પ્રભુત્વ છે… ત્યાંનાં ઝાડ-છોડ અને અન્ય જીવોને બચાવો અને સાચવો! એ તમને આરામ આપશેઅને તમારે ખરેખર જેની જરુર છે એ શાંતિ તમને આપશે!

તો તમે પણ મને જણાવજો કે તમે કેટલાં જીવોને રક્ષણ આપ્યું!આ આપણી જ જવાબદારી છે! કેમ કે આપણે માણસો છીએ!

-Mahesh Jadav

રવિવાર, 11 જુલાઈ, 2021

બિનવ્યવહારિક પદ્ધતિ

આપણે એવો અભ્યાસક્રમ ભણી રહ્યા છેએ જે પેઢીદર પેઢી ફરી ફરીથી ભણાવવો પડે છે કે જણાવવો પડે છે!

આપણે એવો કોઈ અભ્યાસક્રમ નથી ભણી રહ્યા કે જે સ્વતઃ આવનારી પેઢીઓમાં ઉતરે...
કાં તો આપણે એવો અભ્યાસક્રમ નથી બનાવી શક્યા, કાં તો આપણે કંઈક ખોટી રીતે ભણી રહ્યા છીએ... તો અને માત્ર તો જ એક પેઢીને પ્રાપ્ત કરેલ જ્ઞાન/જાણકારી બીજી પેઢીને નથી મળતી...
આજે એક શિક્ષક પોતાના બાળકને શિક્ષક નથી બનાવી શકતો, ડોક્ટર એ ડોક્ટર નથી બનાવી શકતો... વગેરે...
મતલબ કે જે પિતા અભ્યાસક્રમ મુજબ ભણીને કોઈ કારીગરી શીખ્યો છે એ કારીગરી સીધી જ બાળકમાં નથી ઉતારી શકતો... 

ભૂગોળ કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો ફરી ફરીથી પેઢીઓની પેઢીઓ અભ્યાસક્રમ મુજબ ભણે રાખે છે... કોઈ સમજણ કે સમજૂતી સીધી જ પિતા તેના પુત્રને આપી નથી શકતો કે ઉતારી નથી શકતો, પુત્રને તેના પિતાની માફક પેલો અભ્યાસક્રમ ભણવો જ પડે છે...
જો કે ભૂગોળ કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો બદલાતા નથી તો પણ એને એ જ બાબતો ને ભણવા માટે ફરી ફરીથી પેલો અભ્યાસક્રમ ભણવો પડે છે...

તો વળી અહીં પિતાની ભૂમિકા પર પણ સવાલ ઉભો થાય છે કે શા માટે તે પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાન/જાણકારી પોતાના બાળકોને નથી આપી રહ્યો કે નથી આપી શકતો?

ફરી એ જ મુદ્દો...
કાં તો આપણે એવો અભ્યાસક્રમ નથી બનાવી શક્યા, કાં તો આપણે કંઈક ખોટી રીતે ભણી રહ્યા છીએ...

હું કોઈને પણ એવી પધ્ધતિ તરફ વળવાનો ઈશારો નથી જ કરી રહ્યો કે કુંભારનો દીકરો કુંભાર કે વાળંદનો દીકરો વાળંદ જ હોવો જોઈએ... ના ક્યારેય નહીં...
અહીં વાત પ્રાપ્ત જ્ઞાન/જાણકારીના વિસ્તારની છે... આબેહૂબ એવું જ બનવું કે એવું જ કરવું... અથવા ન છૂટકે કે પરાણે પિતાનો વ્યવસાય સાંભળવો જ પડે એવી જડતાની તો હું ચર્ચા જ નથી કરી રહ્યો અને હું એવી ગુલામીને માન્ય સંસ્કૃતિ સ્વીકારતો પણ નથી...
દરેકની ઈચ્છાઓ અને યોગ્યતાઓ અલગ છે એમા સવાલો પણ ન ઉઠવા જોઈએ કે તારે આમ ન જ કરવું જોઈએ! કે તું આવું કામ કેમ કરી શકે?
વર્તમાન 21મી સદીની મુખ્ય અને અત્યંત જરૂરી બાબત છે કે શા માટે પિતાએ પ્રાપ્ત જ્ઞાન/જાણકારી તેના બાળકને તેના જ દ્વારા પ્રાપ્ત નથી થતી...

ફરી બીજી એક સ્પષ્ટતા... અહીં આપણે કોઈ વારસાગત સ્વભાવ કે ગુણોની વાત તો કરી જ નથી રહ્યા... આપણે એવું ક્યારેય ન બોલી શકીએ કે 'મોરનાં ઈંડા ચીતરવા ન પડે' કારણકે આપણે મોર નથી માટે!
આપણે એક માણસ છીએ અને દરેકમાં સ્વતંત્ર વિચારગુણ રહેલો છે માટે...

તો આપણે સાંભળીયે છીએ કે આ શિક્ષણ પદ્ધતિ તો માત્ર કારકુનો જ બનાવે છે... (જોકે એમાં હું પૂર્ણતઃ સહમત નથી...) પણ વધુમાં હું એવું કહીશ કે આ શિક્ષણ પ્રણાલીમાંથી તો કારકુનનો દીકરો પણ એના જેટલી યોગ્યતા સીધી જ પ્રાપ્ત નથી કરી શકતો...

એટલે મારી ચર્ચાનો હાર્દ એ છે કે ... 'આપણામાં જ્ઞાનનો ક્ષય થતો જઈ રહ્યો છે!' આપણે ઓછા બનતા જઈ રહ્યા છે... 
'જ્ઞાન આપણા શરીર, બુદ્ધિ કે આત્માને વળગી જ નથી રહ્યા ને!' તો પછી dna મારફત વારસામાં કેવીરીતે આવી શકે?'
આપણે અભ્યાસક્રમ દ્વારા પ્રાપ્ત જ્ઞાન/જાણકારી આપણી ઢળતી ઉંમર સુધી પણ ટકાવી શકતા નથી તો આવનારી પેઢીમાં એ સ્વાભાવિક રીતે જ ઉતરી આવે એતો બવ દુરની વાત કે'વાય! અશક્ય બાબત છે, હાલની પરિસ્થિતિ મુજબ!

આપણે માત્ર જાદુઈ કે ઈશ્વરીય અવતાર સ્વરૂપ જ્ઞાનીઓની જ રાહ જોવી પડશે...
કેમ કે આપણી અને આપણી આવનારી પેઢીઓમાં જે જ્ઞાન વધતું જવું જોઈએ એ ઘટના ક્યાંક અટકી જઈ છે... એટલે ચમત્કારી જ્ઞાની આત્માના અવતરણ સિવાય આપણી પાસે કોઈ અન્ય માર્ગ જ નથી!
(હું એવા ચમત્કારની નથી માનતો... કોઈપણ જીવ જ્ઞાન સાથે જ ગર્ભમાં પ્રવેશતો જ નથી... એ શીખીને જ બીજાઓને શીખવે છે! કસું અવકાશીય જ્ઞાન જેવું નથી હોતું કે જે વગર સમય આપે કે પરિશ્રમ વગર સીધે સીધું પ્રાપ્ત થાય)

શિક્ષણ સાથે, વર્તમાન માનસ સાથે અને આપણી યોગ્યતા સાથે સંકળાયેલ આ મુદ્દો છે...
જેના પર બવ ઓછા શિક્ષકો કે સુધારકો ચર્ચા કરી યોગ્ય કરવા પ્રયત્નશીલ છે! 

આનો ઉપાય પણ છે... એ છે અભ્યાસક્રમમાં સુધાર અને શિક્ષક બનવાની પત્રતામાં બદલાવ...

જીવન પદ્ધતિ જ અભ્યાસક્રમ અને દરેક અનુભવી માણસ એક શિક્ષક બનવો જોઈએ...
(મને હસવું આવી રહ્યું છે... કારણકે આપણે હજુ આ સરળ અને સીધી બાબત સમજવામાં પણ અસક્ષમ છીએ...)

આપણે તો કારકુન પેદા કરવામાં માનીએ છેએ...
આપણે કર્મચારી પેદા કરવામાં માનીએ છેએ...
આપણે ગુલામી જેવી મનોદશાનાં વાહકો જ બની રહેવા માંગીએ છીએ...

આપણે ખરેખર પ્રકૃતિ દ્વારા બનાવેલ જીવ (માણસ)ની ખરી યોગ્યતા સુધી પહોંચવાની ઈચ્છા જ ખોઈ બેઠા છીએ...

પણ અમુક હજુ પ્રયત્નશીલ છે...

-Mahesh Jadav

રવિવાર, 4 જુલાઈ, 2021

ભોળા માણસ

આપણી આજુબાજુ એક એવી માનસિકતાવાળા લોકોનો બહું મોટો જથ્થો છે જે કોઈને કરવામાં આવતી મદદને મુર્ખામી સમજે છે! અને આ મદદનો ભાવ જો ભોળો હોય તો અમુક લુચ્ચા લોકો એનો ગેરફાયદો ઉઠાવી છેતરી જતાં હોય છે! પણ ગર્વ છે મને મેં જોયેલા એક વૃદ્ધ પર કે જે પોતાનો આ ભોળોભાવ છોડવા તૈયાર નથી! જે મદદ અને સહાય માટે તત્પર રહેતા લોકોને મુર્ખ સમજી એમની મજાક ઉડાવે છે પણ જયારે તે જ લોકો કોઈ મુસીબતમાં સપડાય છે ત્યારે એમની આંખો આવા જ કોઈ મદદ અને સહાય કરતા હોય એવા લોકોને શોધતી હોય છે!

હું જયારે કમળા-રોગને કારણે દવાખાનામાં દાખલ હતો તે વખતે બનેલ આ એક પ્રાસંગિક ઘટના છે! 

સુરેન્દ્રનગર જીલ્લાની સિવિલ હોસ્પિટલગાંઘી-હોસ્પીટલમાં હું દાખલ હતો! હું પથારીમાં સૂતો હતો! મારો સવારનો બીજો બોટલ અડધો પૂરો થયો હતો! મારાં બાપુજી બજારમાં ગયાં હતાંફળો લેવાં માટે! સવારનો સમય હતો લગભગ સવારનાં સાડા દસ થયા હશે! ડોક્ટર તો આઠ વાગે જ બધાને તપાસીને જરૂરી નિદાન કરીને જતાં રહ્યા હતાએટલે નર્સો બધી એમની સુચના મુજબ દર્દીઓને દવાઓઈન્જેકશનો અને બાટલાઓ એમના સમય મુજબ આપતા હતાં. લોકો પોતાનાં સગાઓને મળવા આવતાં હતાંતબિયત પૂછતાં હતાં. સિક્યોરીટી ગાર્ડ હમણાં હાજર ન હતાં એટલે અમુક લોકો થોડી મોટેથી વાતો કરતાં હતા! મારો બેડ તો એકદમ દરવાજાની સામે જ એટલે કોઇપણ અંદર દાખલ થાય એને હું જોઈ શકતો!

દવાખાનાનાં એક પટ્ટાવાળા ભાઈએ એક વૃદ્ધ કાકાને પકડીને ટેકો આપીને વોર્ડમાં લઈ આવ્યાં. પાછળ એક ડોશીમાં પણ હતાં. સાફસુફાઈ કારનાર બેને ફટાફટ એક ગાદલું લઈ આવી એક પલંગ પર ગોઠવી આપ્યુંપેલા ઘરડા કાકાને એ બેડ પર સુવડાવ્યા અને તાત્કાલિક તેમને બોટલ ચડાવવામાં આવી! આ બધી ગતિવિધિઓ પૂરી થઈ! એટલે એ બન્ને વૃદ્ધ શાંત થયાંએમનાં બેડ પરની બધી હરકતો થંભી ગઈ! ડોશીમાં પેલાં ભાભાનાં પગ પાસે બેસી ગયાં અને બાટલામાંથી પડતાં ટીપાને જોઈ રહ્યાં!

હું પથારીમાં પડ્યો પડ્યો આ બન્નેને જોતો હતો! ઉંમર કદાચ ૭૦ની આજુબાજુ હશે! મહેનત અને મજુરી કરીને એમના શરીર ખાલી ખોખા જેવાં બની ગયાં હતાં! ચામડી અને હાડકાં જ! રંગે બન્ને થોડાં વધારે શ્યામ! માજી જો ક્યારેક ઊભાં થતાં તો સાફ દેખાઈ આવતું હતું કે હવે બે પગ કાફી નથી! મેં એમને જોયાજ કર્યુંકદાચ એમને કોઈ મદદની જરૂર હોય અને હું એમની સામે જોતો હોય તો મને તરત કહી શકે! મને એ પણ ખબર પડી કે ઘરડાં માજીને થોડું ઓછું સંભળાય છે! દાદા એમને જોરથી કે ઇશારાથી જ કઈક કહેતાં!

એ હાલો બધાં જેને ખાવાનું લેવું હોય ઈ લઈ જાવ!” ભાત લઈને આવેલ એક બેન બોલ્યાં. દવાખાનામાં મફતમાં ત્રણ વખત જમવાનું મળતું! એટલે જમવાનું લઈને બે બેનો આવતીએમાંથી એક કાયમ આ જ બોલતી! મારાં પલંગની બાજુ પર રહેલ નાનું ટેબલ લઈ જતાં અને એના ઉપર વસ્તુ મુકતા. બધાં લોકો લાઈનમાં વારાફરતી પોતાનાં વાસણોમાં જમવાનું લઈ જતાં! મારે તો એક મહિના સુધી અનાજ કે ભોજન કરવાનું ન હતું! એટલે હું એ લાઈનમાં ઉભો ન રેતો! પણ જેટલાં ઉભા હોય એ બધાને હું જોતો!

ડોશી… તમારે નથી લેવું જમવાનું?” એ બેને પેલાં હમણે જ દાખલ થયેલ માજીને પાસે જઈને જોરથી કીધું! ભાભા તો સુતા હતાબોટલ ચડતી હતી! આ ડોશીમાં બોલ્યાં,”પણ મારી પાહે વાસણ નથી!શીમાં લવ?” “અરેમાજી તમે કોઈનું વાસણ માંગીને લઈ લેવહવે ઠેઠ સાંજે જમવાનું આવશે ને તમે બેય ભૂખ્યા રેશો!” મેં પેલા બેનને ઈશારો કરી કીધું કે મારાં પલંગ નીચે મારાં વાસણ છે! એમાં આ માજીને જમવાનું આપી દો! મારે તો ફક્ત ફળ ખાવાનાં હોય છે એટલે હું આ વાપરતો નથી!” બે જણા જમી શકે એટલું આપ્યું. અને પેલા બન્ને બેનો રવાનાં થયાં!

દવાખાનામાં અમુક એવાં દર્દીઓ તો હોય જ છે કે જેને બધાં દર્દીની ખબર હોયદરેક પાસે બેસવા જાયગપ્પાં મારવા જાય! એ પોતે દાખલ છે એવો એને અહેસાસ હોતો જ નથી! એટલે એવા જ અમુક વાતુંડીયા લોકો પેલાં ડોશીમાં અને બાપા પાસે સાંજે એમનાં પલંગ પર ગયાં અને એમની વાતો પરથી મને આ બન્ને વૃદ્ધો વિશે થોડી જાણ થઈ!

ગામડે બાપાંની તબિયત ત્રણચાર દિવસથી ખરાબ હતીઅને છોકરાઓ અને પોતરાઓ બધાં પોતાનાં કામે વ્યસ્ત હોયકોઈ એમને દવાખાને લાવતાં ન હતા! એટલે ડોશીમાં એ વિચાર્યું કે લાવ હું જ આમને દવાખાને દેખાડીદવા લઈને પાછા આવી જઈશું! બન્ને એક બીજાને ટેકેખિસ્સામાં સોએક રૂપિયા જેટલાં લઈને આ અભણ બાં સુરેન્દ્રનગરની ગાંધી-સિવિલ હોસ્પિટલમાં આવી ગયાં! ઘેરે કોઈને કીધું ન હતુંપોતે ડોક્ટરને બતાવીને તરત પાછા જ આવવાનાં હતા એટલે!પાસે ફોન પણ ન હતો અને કોઈનો ફોન નંબર યાદ પણ ન હતો!ભાભાની તબિયત ખરાબ એટલે એ બોલી શકે નહી અને માજી બિચારા અસક્ત અને બહેરા એટલે કોઈ વ્યવસ્થિત જવાબ પણ આપે નથી! હોસ્પિટલમાં આવતાં અને તપાસ કરતા પરિસ્થિતિ ગંભીર જણાઈ એટલે તરત વૃદ્ધ બાપાને દાખલ કરી દીધાં. હવે આ માજીપોતાનાં પતિને એકલાં મુકીને ઘેરે પણ ન જઈ શકે! એમની પાસે કશું જ ન હતું! વાસણકપડાઓઢવા-પાથરવાનું વગેરે એવું જરૂરી કઈજ નહતું! પાસે ફક્ત થોડાં રૂપિયા હતાંએને દવામાં જ વાપરવાનાં હતા! હું આ બધું માત્ર સાંભળી અને જોઈ રહ્યો હતો!

ત્રણચાર બોટલો ચડાવ્યા બાદ હવે ભાભાની તબિયત કંટ્રોલમાં હતીબેસી શકતા હતાંથોડું જમી શકતા હતાં! મારાં માટે મંગાવેલ ફળોમાંથી થોડાં એમને આપ્યાં! રાતનું ભોજન આવ્યુંએ લઈને એમણે જમી લીધુંમારી પાસે વધારાનું એક ગોદડું હતું એ મેં ડોશીમાંને આપ્યું. મારી બાજુનાં એક દર્દી સાજા થઈ ઘેરે જવાં નીકળ્યા તો એમને પોતાની એક શાલ આ માજીને આપી! પેલા સફાઈ કામદારને કહી એક ઓશિકું કાઢી આપ્યું! રાત થઈ બધાં સુઈ ગયાં! હું તો પથારીમાંથી ઉભો ન થતો એટલે ઊંઘ બવ મુશ્કેલીથી આવતીએટલે મને આ બન્ને વૃદ્ધોની દશા પર વિચારો આવતાં! લાચારી અને ગરીબાઈ પર મારું મન ચકડોળે ચડેલું!

બે દિવસો વીતી ગયાં હતા. હવે પેલો વૃદ્ધ પુરુષ હલન-ચલન કરી શકતા! સ્વસ્થ લગતા હતા પણ હજુ દાખલ રહેવું પડેશે એવું ડોક્ટરે કીધું હતું. તે બોટલ ચડાવવાનું ન હોય કે પૂરું થઈ ગયું હોય તો દવાખાના અને વોર્ડની બહાર થોડી લટાર મારી આવતાં હતા! હવે એ બધા જોડે વાતચીત અને ગપ્પાં મારી શકતા હતા! થોડાં ખુશ પણ હતા! પેલાં માજીનાં પગમાં અને ચહેરામાં સ્ફૂર્તિ દેખાતી હતી! તે પણ હવે સ્ત્રીઓની વાતો માટેની મંડળીમાં હિસ્સો લેતા!

વોર્ડની અંદર જતાં જમણા હાથે ત્રીજે કે ચોથે પલંગે એક દર્દીને મળવા માટે એક વ્યક્તિ આવેલોતેની બોલચાલ અને હાવભાવ પરથી મને લાગ્યું કે એ લોકોને છેતરવા અને ઠગી કરવા ટેવાયેલો હશેએ ઉડતી-ઉડતી વાતો કરતો અને લોકોને વખાણવામાં ઉસ્તાદ લાગ્યો! એને મને કેમ છોએવો ઈશારો કરેલોપણ મારો રિસ્પોન્સ એક આળસુ બિલાડી જેવો હતોએટલે મારી સાથે બવ વાત શરુ થઈ શકી નહી પણ બીજાં બધા સાથે વાતો થવા લાગી હતી! કોઈને કઈ પણ જરૂર પડેચિંતા ન કરશોમને કેજો! આ દવાખાનામાં બધા ઓળખે છે મને!” એવું દરેકને બોલતો! આવું બોલતા મેં એને ત્યારે પણ સાંભળેલો જયારે એ પેલા બિચારા બન્ને વૃદ્ધો પાસે બેઠો હતો!

બીજા દિવસે સવારે મને બોટલ ચડતી હતી અને હું અર્ધનિંદ્રામાં સુતો હતો ત્યારે થોડી ચર્ચા થવા લાગીહું જાગી ગયોમેં જોયું તો પેલા માજીના ખાટલા પાસે વોર્ડના અમુક લોકો ઉભા હતાંઅને મને અધવચ્ચેથી વાતો સંભળાઈ,”તમે પણ સાવ ગાંડા છોબાપા! એમ કઈ કોઈ અજાણ્યાને પૈસા અપાય?” ડોશીમાંની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. પેલા બાપાએ જાણે મોટો કોઈ અપરાધ કરી દીધો હોય અને એનો પછતાવો થતો હોય એવો ચહેરો લાગી રહ્યો હતોઅમુક લોકો થોડાં ગુસ્સામાં દેખાતા હતાં! એ બબડતા હતા,”આવા ગરીબ માણસોના પૈસા લેવાયપૈસા પડાવીને લઈ ગયો એઆવવા દો સાલ્લાને! મારવો છે એ આવે તો!” મેં થોડીવાર બાદ બધા લોકો વિખેરાયા તો એમાંથી એકને મારાં બેડ પાસે બોલાવ્યો અને વાત શું બની એ જાણ્યું!

ગઈકાલે સાંજે ઘટના એવી બની હતી કે પેલો લુચ્ચો માણસ વોર્ડની બહાર પેલા વૃદ્ધ કાકાને મળ્યો હતોએ પોતે કેટલો સેવાભાવી છેપોતે કેટલો ઉદાર છે એની ડીંગો હાંકવા લાગે છે! પેલા વૃદ્ધને કાકા” સંબોધી એમનો હાથ પકડી દવાખાનામાં લટાર મરાવે છે! થોડીવાર આવી અને આમ જ વાતો કરે છે અને મોકો જોઈ પોતે દુઃખમાં આવી પડ્યો છે અને એને મદદની જરૂર છે એવી યાચના કરવા લાગ્યો! કાકાજો થોડાં પૈસા મળી જતાં તો સારુંહમણાં હું મારું પાકીટ નથી લાવ્યો અને પેલો માણસ મારી ઉપર ઘોડો થઈ ગયો છેએને સો-બસ્સો આપી દવ હમણાં જ! પછી તમને હું ઘેરે જવ એટલે આવતી કાલે વેલી સવારે તમને તમારા પૈસા પાછા!”, “દીકરા અમારી પાસે તો કઈ પૈસા નથી પણ તારી કાકીને પૂછહશે સોએક રૂપિયા જેવા! એને કેજે કે કાકાએ કીધું છે એટલે આપશે! હો! મારે અહી જ તડકામાં અને ખુલ્લી હવામાં બેસવું છે! તું જા એની પાસે એ તને પૈસા આપશે!”. પેલો માણસ ડોશી પાસે આવી પૈસા માંગે છેએક સો ની નોટ હતી એ એને આપી દે છે! હવે પૈસા નામે આ બન્ને વૃદ્ધો પાસે કશું નોતું! ઘેરે જવાના પૈસા પણ કદાચ નઈ હોય! આવા વૃદ્ધલાચાર અને ગરીબ લોકો માટે ૧૦૦ રૂપિયા એ બવ મોટી રકમ કેવાય! એમની પાસેથી પેલો ઠગ પૈસા પડાવી જાય છે!

આજે બપોર થઈ અને હવે સાંજ પાડવા આવશે પણ પેલા ઠગનો કોઈ જ પત્તો ન હતો! બધા એના પેલા દાખલ દર્દીને પૂછવા લાગ્યા કે તારો દોસ્ત ક્યાં છેઆ બાપાના પૈસા લઈને ગયો છે ને હજુ નથી આવ્યો! પેલા માણસે કીધું,”અરેઆ બાપા પણ મુર્ખ છે! એમ કોઈ અજાણ્યાને પૈસા થોડાં અપાયહું પણ કઈ ખાસ એને નથી ઓળખતોમને પૂછ્યું હોત તો હું જ આપવાની ના પડેત!” તપાસ કરતા જાણવા મળ્યું કે એ કોઈ દારૂડિયો છે જે અહી તહી રખડતો હોય છે અને કોઈની ને કોઈની પાસે પૈસા માંગતો ફરતો હોય છે! મોટી મોટી વાતો કરવાની એની ટેવ છે! હવે એ ક્યારે દેખાશે અને એનું ઘર કયા છેએ કોઈને નથી ખબર!

ત્રણ દિવસ બાદ આ બન્ને વૃદ્ધોને શોધતા શોધતા પાંચ-છ છોકરા-છોકરીઓ આવ્યાં! એ બધા એમના પૌત્રો-પૌત્રીઓ હતા! બધાએ એમના ખબર અંતર પૂછ્યા! અને કેમ અચાનક કીધા વગર દવાખાને આવી ગયાં એવું પૂછી ધાધડાવવા લાગ્યા! પેલા માજીએ પૂરી વાત કરી! એ બધા આ ડોસા-ડોશીને લઈ જવાનું કહેવા લાગ્યા પણ હજુ દાખલ રહેવું પડશે એવું નર્સે કીધું એટલે ત્યાં થોડીવાર બાં-બાપા જોડે વાતો કરવા લાગ્યા! એક લુચ્ચો પૈસા પડાવી ગયો છે એવી વાત જાણતા પેલા છોકરાઓ તાતા-ઉના થઈ ગયાં! ક્યાં છે અને કોણ છે એમ પૂછી ગરમ થવા લાગ્યા! અને જે છોકરીઓ આવેલી એ બધી ડોશી-ડોહાને ઠપકો આપવા લાગી! જે શરમનો ભાવ બાપાને બપોરે થતો હતો એવો જ ભાવ હમણાં સાંજે થવા લાગ્યો! તમને દાદા બધા છેતરી જ જાય છે! તમે પેલેથી આવા જ છોક્યારે સમજશો અને સુધારશોએટલી ખબર ન પડે તમને કે ઈ તમને પૈસા પાછા નઈ આપે! આવાને આવા જ રહ્યાં!” પેલા બાપા ચડતા બાટલા સામું જોઈ રહેલા! થોડી વાર કકળાટ ચાલ્યો અને પછી કાકાની શોધમાં આવેલ ટોળકી રવાનાં થઈ! હવે આ બન્ને વૃદ્ધો એકલા પડ્યા! એક વિચિત્ર શાંતિ પથરાઈ ગઈ! અને મારાં મનમાં કકળાટ! કે આમાં આ બાપાનો શું વાંકગુન્હો તો પેલા લુચ્ચાએ કર્યો ને!

એ રાત જેમતેમ વીતી હતી! મારી અને પેલા વૃદ્ધ બાપાંની! આપણે જેને સમાજ ગણીએ છીએ એ સમાજમાં એવી કોઈ સમજણ જ નથી કે ગુન્હો કોને કર્યો છે અને ગુન્હેગાર કોણ છેસજા કોને મળવી જોઈએ અને સજા કોને મળી રહી છેકોઈને કશી સમજણ જ નથી પડતી! બધા પેલા બાપાને કેદ્રમાં રાખીને બોલી રહ્યાં હતા! આ જે કઈ પણ ઘટના બની એમાં બાપા જો સતર્ક હોત તો એ છેતરાયા ન હોત!” બધાનો અભિપ્રાય બસ આવો જ હતો! કોઈ પણ માણસ એવું મજબૂતાઈ થી નોતું બોલતું કે કુકર્મ તો પેલા લુચ્ચાએ કર્યું છે! વૃદ્ધ દાદાએ તો ફક્ત મદદનો ભાવ પ્રકટ કરેલો! અને લોકોએ આવા ઉમદાભાવને મુર્ખામીમાં ખપાવી દીધું! આ અને આવો છે આપણો સમાજ! અહી કોઈ લુંટનારને જેટલું નથી કોસવામાં આવતું એટલું તો જે લુટાઈ ગયેલ છે એને કોસવામાં આવે છે! બળાત્કારીને કે એના પરિવારને ક્યાં કોઈ સામાજિક શરમ આડે આવે છેછુપાઈને તો પેલા રહે છે જેનો બળાત્કાર થયો છે! આવો છે આપણો સમાજ! ગુન્હેગાર કોણ અને સજા કોનેએ રાત ખરેખર જેમતેમ વીતી હતી! મારી અને પેલા વૃદ્ધ બાપાંની!

સવાર પડી! મને હવે રજા મળવાની હતી! સવારનાં રાઉન્ડમાં આવતાં એક ડોકટરે મારાં રીપોર્ટસ તપાસી મને અભિનદન આપી મને રવાનાં થવાની મંજુરી આપી દીધી! ઘેરે પણ મારે હજુ ચરી તો પાળવી જ પડશે અને અમુક દવા અને જરૂરી સલાહ આપી! બધો સમાન બાંધી દીધો! થાળી વાટકા પેલા માજી પાસે જ રહેવા દીધા! મેં ચાર દિવસ ખાલી પેલા વૃદ્ધોને બસ જોઈલા જકોઈ વાતચીત કે ખબર અંતર પુછેલા નહી! મને જતાં જોઈ પેલા માજી ખુસ થઈ આશીર્વાદ આપતી મુદ્રામાં મને ઈશારો કર્યો! મેં પણ થોડાં હાસ્ય સાથે એનો સ્વીકાર કર્યો! બધી કાગળની કાર્યવાહી પૂરી થઈ એટલે હવે છેલ્લે વોર્ડ છોડવાનો હતો! છ દિવસમાં સ્વાભાવિક રીતેજ બધાને ઓળખતો થયેલો પણ હું કોઈ પાસે ન ગયો! સિવાય કે પેલા વુદ્ધ બાપા પાસે!

ઉઠોઆ ભાઈ જાય છે સાજા થઈને એમને રજા મળી!” એવો અવાજ પેલા ડોશીમાએ કર્યો! બાપા બેઠા થયાં! હું એમના પલંગ પર એમની બાજુમાં બેઠો! અને એટલું જ બોલ્યો કે,”બાપાતમે સારા છો અને સમજુ પણ છો! તમે લોકોને જેટલી મદદ થઈ પડે છે એટલી કરો છો! જે હજુ પણ તમારે ચાલુ જ રાખવાની છે હો!અને તબિયત સાચવજો તમારી!” હું થોડું મલકાયો!. મારાં પાકીટમાંથી ૨૦૦ રૂપિયા મેં મારાં હાથમાં કાઢી રાખેલાએ મેં એમના હાથમાં આપીમેં હાથ જોડી જવાની આજ્ઞા માંગી! મારાં માથે હાથ મૂકી મને જવાનો એક મૌન ઈશારો કર્યો! એ કશું ન બોલ્યાએમની આંખમાં ઝળઝળિયાં હતા! હું ઉભો થઈ વોર્ડ તરફ પાછું વળીને જોયા વગરમારાં બાપુજી સાથે રવાના થયો!

જે સારા અને સાચાં છેએ એકલા તો પડી જતાં હોય છે પણ એ ક્યારેય ખરેખર એકલા નથી હોતા! બીજા ઘણાબધા સાચાં અને સારા લોકો એમની જોડે જ હોય છે! એમની આસપાસ જ હોય છેએટલે આવા લોકો એ હિંમત હારી જઈને પોતાનાં સત્કર્મોને કરવાનું છોડવું નહી!

-Mahesh Jadav

Follow us: