share this:

રવિવાર, 20 જૂન, 2021

મિત્રની એ એક સલાહ

જીવનમાં ઓછામાં ઓછો એક મિત્ર એવો જરૂર રાખવો કે જે તમને જરૂરી છે એવી સલાહ આપે અને એ સલાહ અનુરૂપ જરૂરી મદદ માટે પણ તત્પર રહેતમારી મનોદશાને આબેહુબ કળી જાય અને તમને ખ્યાલ ન હોયતો પણ એ તમારાં વિશેની જરૂરી બાબતોનું ખ્યાલ રાખે. આપણે એના પર નિર્ભર રહેવાની આ વાત નથી પણ જીવનમાં આવતાં અમુક વળાંકોમાં જો આવા મિત્રો મળે તો તમે લપસી જતાં બચી જશો!

મોટાભાગનાં વિદ્યાર્થીઓ તૈયાર થઈને આવેલાએ બધામાં કઈક અલગ રોમાંચ હતો. સરસ વાળ ઓળેલા હતાકપડા ઈસ્ત્રી કરેલાંબૂટ પેરેલાઅને હાથમાં બધાં જરૂરી ડોક્યુમેન્ટની ફાઈલ! અમુક એવાં વિદ્યાર્થીઓ પણ હતા જે કોઈ વિશેષ પ્રભાવ પાડે તેવાં નોતા. 

2010, M P Shah સાયન્સ કોલેજસુરેન્દ્રનગર… અમારાં BSc સેમ-કેમિસ્ટ્રી વિષયની પરીક્ષાઓ હમણાંજ પૂરી થઈ હતી. અને આજે અમારી કોલેજમાં અમારા શિક્ષકોના પ્રયત્નોથી અમને નોકરી માટે સિલેક્ટ કરવાં અલગ અલગ જીલ્લાઓમાંથી અમુક કંપનીઓ આવી હતી. 

અમારામાંથી અમુક તો બહુંજ ખુશ હતાં કેમ કે તેવો હવે નોકરી પર જ લાગવા માંગતા હતાં અને નોકરી આપવાવાળા સામે જ ઉભા હતાં. અમુકને નોકરી લેવાની કોઈ ખાસ ઈચ્છા ન હતી. દરેકે વિચારી રાખેલું કે હવે આગળ શું કરવું છે! લગભગ એમને આગળ ભણવાની ઈચ્છા જ હતી, MSc, BEd, LLb, વગેરેઅમુકને પોતાનો કે પોતાનાં પિતાનો વ્યવસાય સંભાળવાનો હતોઅમુક સરકારી નોકરીઓ માટેની તૈયારીમાં જોડાવા માંગતા હતાજયારે હું એક એવો છોકરો કે જેને ખબર જ ન હતી કે હવે આગળ શું કરવુંકોઈ જ દિશા નક્કી નહી! હજુ સુધી ખરેખર કશું જ વિચાર્યું ન હતુંએટલે કે જો કોઈ સમજાવે કે નોકરી જરૂરી છે તો હું નોકરી કરું અને કોઈ સમજાવે કે ભણવું જરૂરી છે તો હું આગળ ભણવાનું વિચારુબસ એવી મનોસ્થિતિ હતીએકદમ સામાન્ય અને અનિશ્ચિતતાથી ભરપુર! કોઈ સાચી સલાહ આપે તો કઈક રસ્તો બને એવી સ્થિતિ!

ઇન્ટરવ્યુ શરુ થતા પહેલાં જે કંપનીઓ આવેલી છે એમની માહિતીઓ આપેલીએમનું કામ શું છે અને એને કેવા કામ માટે કેવા માણસની જરૂર છેજોબની જગ્યા શું હશે અને કેટલો પગાર હશે એવી વિગતો અમને જણાવી દેવામાં આવી હતી. કંપની પસંદ કરવાની હતી. અમને એક ક્લાસરૂમમાં બેસાડવામાં આવ્યાંહવે ત્યાંથી વારાફરતી ઇન્ટરવ્યુ માટે જવાનું હતું. બધાં જ વિદ્યાર્થીઓ ઉત્તેજિત હતાંકે શું પૂછે છેકેવો અનુભવ થાય છેકોઈ ઇન્ટરવ્યુ આપીને આવે તો બધા એને ઘેરી વળતા અને બધું પૂછવા લગતા… કોઈનો નંબર આવે તો બધા એને શુભેચ્છાઓ આપતાંઅને એ ઇન્ટરવ્યુ માટે જતો. 

હું અને મારો મિત્ર ધર્મેશ અમે બન્ને સાથે બેઠેલાંઅમારો વારો આવવાની હજુ વાર હતી. મેં એને પૂછ્યું,”ધર્મેશતું સિલેક્ટ થશે તો જઈશ નોકરી માટે?”. એણે કહ્યું,”મહેશમારું તો મેં નક્કી જ કરી લીધું છે કે ભલે ગમે એટલો ખર્ચો થાય પણ હું MSc કરવાનો છું… પછી આખી જીંદગી આપડે કમાવાનું જ છેને!,”. મેં થોડાં અચરજ સાથે પૂછ્યું,” તો આજે કેમ આવ્યો અહી?”. એને કીધું,”અનુભવ માટેજોઈએ તો ખરા કે શું પૂછે છેઆ લોકો?”. “તે શું વિચાર્યું?” એણે વળતો સવાલ કર્યો. મેંકશું નઈ!” મેં જવાબ આપ્યો. અમે બીજા મિત્રો સાથે વાતો કરવા લાગ્યાંઘોંઘાટ વધતો તો સાહેબ ટકોર કરવા આવતાં! કેમિસ્ટ્રી સિવાયના વિષયવાળા પણ અમને લોકોને પ્રોત્સાહિત કરવા આવેલા હતા.

મારો વારો આવ્યોમેં બે જગ્યાએ ઇન્ટરવ્યુ આપવાનું નક્કી કરેલું! હું ઇન્ટરવ્યુ રૂમમાં ગયો. પ્રથમ મેં એક કેમિકલ કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યુંએમાં તો BSc લેવલનું કેમિસ્ટ્રી પૂછેલું અને પછી રવાનાં કરી દીધેલ. બીજી જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા ગયેલ એમાં પણ થોડું કેમિસ્ટ્રી પુછેલ પછી સામાન્ય વાતો કરેલી. મને કહ્યું કે તમે સિલેક્ટ છોક્યારથી જોડાવા માંગો છો!”. હું નવાઈ પામ્યોમેં કહ્યું કે મારે હજુ થોડું વિચારવું પડશે સાહેબ!”. “સારુંવિચારી જુવોઅમે હજું આવતીકાલ સુધી અહીજ છીએ.”, “પણ શું અમે પૂછી શકીએ કે તમારે શું ઈચ્છા છે હમણાં?” ઇન્ટરવ્યુ લેવાવાળા સાહેબે સવાલ કર્યો! મને કશું જ ખ્યાલ હતો જ નહી પણ મારાં મિત્રએ કહેલી વાત મોઢે આવી ગઈ અને મેં જવાબ આપ્યો સાહેબ હમણાં તો મારે MSc કરવાનો વિચાર છે!”.  સાહેબ થોડું મલકાયા અને તરતજ બીજો સવાલ કયો,”માસ્ટર કરીને શું કરશોઅને તમને એડમિશન મળી જ જશે એની શું ખાતરી?”. હું અચકાયો! કેમ કે હવે સવાલ મારી યોગ્યતા પર અને મારાં અનિશ્ચિત ભવિષ્ય પર હતો! પણ છતાં મેં એમજ જવાબ આપી દીધો કે,”મળી જશે એડમિશન અને હું પ્રોફેસર બનવાની કોશિસ કરીશ!”. આ સંભાળતા જ એ સાહેબ અને એમના મદદનીશ બન્ને હસી પડ્યાં અને બોલ્યા કે,”સારું સારુંપણ હજુ થોડું વર્તમાનને ધ્યાને લઈને વિચારજો! ૧૦૮ એ સરકારી છે તમને પગાર પણ સારો મળશેએટલે ઉતાવળ કે અણસમજદારી ન કરશો! અમે કાલે તમને મળીશું!”. આટલી વાત પછી મને જવાનું કહ્યુંહું બહાર નીકળી મારાં મિત્ર પાસે આવી બેસી ગયો.

ઇન્ટરવ્યુ કેવું રહ્યું” મારાં મિત્રએ પૂછ્યુંમેં કહ્યું,”ઠીક રહ્યું”… થોડી આડી અવળી વાતો બાદ એનો પણ વારો આવ્યો! એણે પણ ઇન્ટરવ્યુ આપ્યું અને એ જે અનુભવ લેવા માંગતો હતો એ મુજબ એને મળ્યો. લગભગ બધાનાં ઇન્ટરવ્યુ પુરા થયા હતાં. બધી કંપનીઓએ એ વખતે જ સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓના નામ જણાવી આપ્યાં ક્લાસમાં આવીને. હવે આ બધાએ એ કંપનીમાં આપેલ સમયે જવાનું હતું. જે સિલેક્ટ થયા એ બધાને બીજા વિદ્યાર્થીઓ અભિનંદન આપી રહ્યાં હતા. મારું પણ સિલેકશન ૧૦૮માં થયું હતું. એટલે મને પણ અભિનંદનો મળ્યાં. જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ પેલાં ઇન્ટરવ્યુ લેવાં આવેલ સાહેબો સાથે વાતચીત કરવાં રોકાયા. બાકીના બધાં એકબીજાને ભવિષ્ય માટેની શુભેચ્છાઓ આપી છુટા પડતાં હતાં. અમે પણ ચારપાંચ મિત્રો કોલેજની બહાર પાર્કિંગમાં મુકેલ પોતાની સાયકલો પાસે આવી આગળનાં પગલાઓ વિશે અભિપ્રાયો અને વિચારો રજુ કરવાં લાગ્યાં. થોડીવાર બાદ બધાં પોતપોતાની સાયકલ લઈ અલવિદા થયા. મારું અને ધર્મેશનું ઘર એક જ દિશા અને રોડ પર હતું એટલે અમારે જોડે નીકળવાનું હતું.

અમે અમારી સાયકલને એક પેન્ડલ માર્યું ત્યાં જ મેં સાયકલ રોકીને મારાં મિત્રને પૂછ્યું,”ધર્મેશમારે ૧૦૮ની નોકરી સ્વીકારવી જોઈએ?”. એણે થોડું વિચારી મને કહ્યું,”તે કશું નથી વિચાર્યું?, મેં કહ્યું,”નાકઈ સૂજ નથી પડતી!”, “કેમશું સૂજ નથી પડતી?” એણે પૂછ્યું. અરે યારમને ખરેખર કઈ સમજાતું નથી કે શું કરવું મારેનોકરી કરવી જરૂરી લાગે છે મનેમારી પરિસ્થિતિ મુજબ અને બીજો વિચાર એમ આવે છે કે આ નોકરી પુરતી નઈ પડેતો આગળ જતાં?” મેં ચિંતિત અવાજે કીધું. ધર્મેશ સાયકલ પરથી ઉતરીને બોલ્યો,”મહેશજેને કશું નથી આવડતું કે જે ક્યાય પણ ચાલે એવાં નથી એવાં લોકો પણ આગળ સારું ભણવાનું વિચારે છેતો તું કેમ એવું નથી વિચારતોતું તો વધારે સારું કેમિસ્ટ્રી જાણે છે! મારાં ખ્યાલથી તારે MSc કરવું જોઈએ મહેશ!… આ ૮-૧૦ હજારની નોકરી કરીશ તો કઈ તારું ઘર ઊંચું આવશે એવું ન ધારી લેતો! અને ધાર કે તને MScમાં કે બીજે ક્યાય પણ એડમિશન ન જ મળે તો પણ ૧૦૮ વાળા ક્યાં તને ના પાડવાના છે! ૩ મહિના પછી તું જઈશ તો પણ આ લોકો તને નોકરી પર રાખી જ લેશે! પણ આ સૌથી છેલ્લો ઓપ્શન છે! અને તું કોશિશ કર સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં તો પ્રવેશપરીક્ષા છે! તારે જો એમાં સારા માર્ક્સ આવશે તો સરકારી સીટ પર તારું એડમિશન થઈ જશેકોઇપણ મોટા ખર્ચા વગર તારું MSc પૂરું થઈ જશે! પછી તો નોકરીના સ્કોપ પણ વધી જશે!”. “તારી વાત સાચી પણ ઘેરે ખબર પડે અને કેમ નોકરી ન લીધી એવું પૂછે તો હું શું કહું?” મેં સવાલ કર્યો!. મિત્રએ ઊંડો શ્વાસ લઈ કહ્યું,”મહેશતું ૧૦૮માં જઈશ તો આગળ નહિ જ ભણી શકેપણ જો તું આગળ ભણીશ તો નોકરીના ચાન્સ વધી જશે!… મને તારી હાલત ખબર છેએટલે હું કઈ ફોર્સ નઈ કરું પણ એક મિત્રભાવે મને જે અને જેટલું સમજાય છે એ હું તને કહું છું. સાચી સલાહ આપવી એ મારી ફરજ છે! આટલું બધું અને અત્યારસુધી સહન કર્યું છે તો હજુ થોડું વધારે બીજું શુંબાકી છેલ્લો નિર્ણય તારો જ હશે! તું કહે તો તારા બાપુજી સાથે હું વાત કરી એમને સમજાવીશ!”. હું થોડો વિચારમાં પડ્યો. નક્કી તો આજે જ કરવું હતું! મેં એને જોર પૂર્વક પૂછ્યું,”મારે શું કરવું જોઈએ૧૦૮વાળાને ના પાડું કે નઈ?”. “ના પાડી દે મહેશ!” તરત જ એણે વિશ્વાસથી કહ્યું. આપણે બન્ને સાથે જ MScનાં એડમિશનનાં ફોર્મ ભરવા જઈશું!”.

મને મારાં મિત્રનાં અનુમાન અને મારાં પ્રત્યેનાં મિત્રભાવ પર મને ભરપુર વિશ્વાસ હતો એટલે સાયકલને ઘોડી ચડાવીને કોલેજ તરફ ભાગ્યો. અંદર જઈ પેલા ઇન્ટરવ્યુ લેવાવાળા સાહેબો પાસે જઈનેસંપૂર્ણ શાંતિથી અને સ્થિરતાથી જવાબ આપ્યો કે,”સાહેબહું ૧૦૮માં નઈ જોડાઈ શકુંમારે MSc કરવાનું છે! આભાર!” આટલું બોલી હું તરત જ બહાર ભાગી આવ્યોએમના કોઈ પણ પ્રકારનાં પ્રતિઉત્તરની રાહ જોયાં વગર!

ચાલધર્મેશ હવે ઘેર ભેગાં થઈએ!બવ ભુખ લાગી છે” મેં સાયકલને ધક્કો મારી કહ્યું! ભુખ લાગી હોય તો પાણીપુરી ખાતાં જઈએ એમાં શું!એવું બોલતાની સાથે એ હસી પડ્યો! અમે થોડી પાણીપુરી ખાઈ અમારાં રસ્તે ચાલતાં પડ્યાં! મને કોઈ ભાર ન હતો મન પર અત્યારેમેં ઘેરે આવીને પણ કોઈ જ વાત ન કરી કે આવી રીતે જોબ-ઓફર હતી ૧૦૮માં અને હું એમાં જોડાયો નથી એમ! લગભગ તો બધું ઠીક જ ચાલતું હતું ને!… પણ હવે પછીનો એક મહિનો મારાં માટે અતિશય કપરો નીકળવાનો હતો જેની મને કોઈ જ જાણ ન હતી! અને હવે જે ઘટના બનવાની છે જો એ ઘટના ન જ બની હોત તો કદાચ મારી જીવન-વાર્તા કઈક અલગ હોત!

હજુ સેમ નું પરિણામ આવવાનું બાકી હતું, MScનાં ફોર્મ ભરાયા ન હતાં. અને આગળ માટે મેં કઈ જ ગંભીરતાથી નોતું વિચાર્યું. વેકેશન હતુંઆરામથી પસાર થતું હતું. MSc એડમિશન લેવું છે પણ એના માટે મહેનત કરવી પડશે એવો કોઈ જ વિચાર મનમાં ન હતો! ઘેરે પણ કોઈ કશું વાંચવા બેસ એવું કહે એમ ન હતું કેમકે હમણાં જ પરીક્ષાઓ પૂરી થઈ હતી! આખો દિવસ એમજ પસાર થઈ જતો! પરિણામો જાહેર થાય પછી કઈક હરકતો કરીશું એવું વિચારી નિરાંતે આરામ કરતો! કોઇપણ ચિંતા વગર!

બે કે ત્રણ અઠવાડિયા બાદહું ઘરના કામ બાબતે બઝારમાં ગયો હતો. ઘેરે એવી વાત બની હતી કે જેનો હું સામનો કરવાં માંગતો ન હતો! પણ મને ખ્યાલ ન હતો કે એની અસર મારાં પરિવારના મન પર આટલી ગંભીર વર્તાશે! હું ઘેરે આવ્યોઅમે લોકો જમવા બેઠાં. મને અંદાજો તો આવી જ ગયેલો કે વાતાવરણમાં કઈક તાણ અને ચિંતા છે! જમવાનું પૂરું થયું! અને મારાં બાપુજીએ મને સવાલ કર્યો,”મુન્નાકોલેજમાં કઈ ભરતી આવી હતી! ૧૦૮માં?”, મેં સુસ્ત અવાજે કહ્યું,”હાં”! એમને કહ્યું એ મુજબ હું જયારે આજે બઝારમાં હતો ત્યારે અમારાં ઘેરે મારાં ફોઈ અને એમની દીકરી કોઈક કામ હશે એટલે એ બાજુથી નીકળ્યાં હશે તો અમારાં ઘેરે બેસવા રોકાયેલતો વાતમાંથી વાત નીકળી અને મારાં ફોઈની દીકરી બેન કે જે મારી સાથે જ BSc કરતી હતી પણ એનો વિષય અલગ હતો,એણે મારાં બાંને કહ્યું કે,”મામીમહેશ ૧૦૮માં સિલેક્ટ થયો હતો પણ એણે ના પાડીનેન ગયો એમાં!”, મારાં બાં ચોંકીને બોલ્યા,”હેં… મુન્નાએ તો અમને કઈ કીધું જ નથી!”, “મામી અત્યારે ક્યાં કોઈને નોકરી મળે છે! અને મહેશે આ નોકરી જવા દીધી! ખબર નઈ કેમ?” મારી બેન બોલી. મારાં બાંએ પૂછ્યું,”હવે ન મળે નોકરી?, “ના… એતો એ વખતે હા પાડી હોય તો મળી જ હોત!” એવું બોલી! આવું મને મારાં બાપુજીએ જણાવતાં મને ફરી એક સવાલ પૂછ્યો કે,”કેમ ૧૦૮માં ના પાડી?”. મારી આંખમાં હવે કોઈ જ તેજ ન હતુંઅને હ્યદયમાં કંપારી હતીમેં કહ્યું,”MSc કરવાનું છે એટલે!”… એમની આંખોમાં મને પારાવાર ચિંતા દેખાઈ, “સારું ત્યારે!” એવું બોલી એ ઊભાં થયા અને વાત પૂરી થઈ!

પણ ખરેખર વાત પૂરી નોતી થઈઆ વાતે એક વિચિત્ર આઘાત કર્યો હતો! અને એનો ઉપચાર મેં આપેલ જવાબને સાચો સાબિત કરવામાં જ હતો! નહીતર હું મારાં બાપુજીનો સામનો કરી શકું એવી સ્થિતિમાં ન હતો! હું થોડો વિચલિત થયેલો અને ચિંતામાં પણ હતોજોકે હજુ મારાં મનને નીચોવી એની બધી જ મુર્ખામીને કાઢી નાખે એવી ઘટનાં હજુ બાકી જ હતી! એ દિવસ આખો જાણે કે નિર્જન ખંડેરમાં વીત્યો હોય એવું લાગ્યુંમારી ભૂલ એ સામાન્ય તો હતી જ નહી એવો અહેસાસ મને થયો!… હું તો જલ્દી રાત પડે તો સુઈ જવ એવી જ ઈચ્છા કરી રહ્યો હતો! કેમ કે આવું વાતાવરણ મારાં મારે એકદમ વિચિત્ર અકળામણભર્યું હતું! એટલે સાંજે જેમતેમ જમીને હું સુઈ ગયો! સવારે બધું ઠીક થશે એવું સમજી!

વેકેશન હોવાથી હું વહેલો ઉઠવા ટેવાયેલો ન હતોવેકેશન પડ્યું ત્યારથી કોઈ કામ ન હોવાથી હું વહેલો ઉઠતો પણ ન હતો! પણ આજની સવાર હું વર્ણવી ન શકું એવી આકરી હતી! સવારનાં સાત થયા હશે અને હું ઘરમાં ખાટલામાં સુતો હતોથોડો જાગી ગયેલો પણ છતાં પડી રહેલો! મને રસોડામાં મારાં બાં-બાપુજી નાસ્તો કરતાં-કરતા વાતો કરી રહ્યાં હતાં જે મને સંભળાઈ પડી
… 
મારાં બાપુજી બોલ્યાં,”છોકરાં ક્યારે સમજશે?” મારાં બાં એ પૂછ્યું,”શું પણ?”, “આ મુન્નાએનોકરીની ના પાડી દીધીએને સમજવું જોઈએ કે આપડી પરિસ્થિતિ શું છેપૈસા કેમ આવે છે અને ઘર કેમ ચાલે છેસમાજમાં પણ નોકરી કરતો હોય એની કેટલી બોલબાલા હોય છે!” બાપુજીએ કીધું… “એને નઈ ખબર પડતી હોય એવું સમજો છોએને પણ ખબર તો પડતી જ હોય કે એનાં બાપુજી કેટલી મહેનત કરે છે એમ! એને MSc કરવું છે એટલે!” મારાં બાંએ મારો પક્ષ લેતાં હોય એમ વાત મૂકી!… “તને ખબર છે કે MSc અહી સુરેન્દ્રનગર ન થાય એને ક્યાંક બહાર જવું પડે રાજકોટ બાજુ! અને એમાં ખર્ચો પણ આવે! અને એ આપડે વેઠી શકીએ એમ નથી!”, “હાં પણ હવે શુંએ વાતને તો કેટલાય દિવસો થયાં!” બાં બોલ્યાં!. અને બીજું એ કે MScમાં ન મળે તોઅને હાલ તો બધાં બવ ભણે છે તો પણ ક્યાં બધાને નોકરી મળે છે!” મારાં બાપુજીએ કહ્યું!, “મોટા મોટા સધ્ધર લોકો પણ બાર કે કોલેજ ઉપર નોકરી મળે તો લઈ લેતાં હોય છે ને! અને આને ના પાડી!… થોડીતો કઈક સમજણ રાખવી જોઈએને… આપડે ક્યાં સુધી કામ કરે રાખીશુંજો આવું જ કરે રાખે તો!”, “હશે હવે જે થયું એ! કાલે કઈક સારું થશે!” મારી બાંએ આશ્વાસન આપતાં જણાવ્યું. પણ મારાં બાપુજી થોડાં દુઃખીનાખુશ અને ચિંતિત હતાં! હું ઘરમાં મોટો છું એટલે જો હું ક્યાંક લાગી જાવ તો મારાં ભાઈઓ પણ ક્યાંક લાગે એવું સમજી રહ્યા હતાં! હું એમની ચિંતા સમજતો હતોએક પિતા ત્યારે જ નિરાંત અનુભવી શકે જયારે એનું સંતાન સ્થિર અને સુરક્ષિત બને! 

મેં સુતા સુતા આખો વાર્તાલાપ સંભાળ્યો. મારાં બાપુજીનાં મુખમાંથી નીકળેલા શબ્દો મને અતિશય વિષાદમાં નાખી દે એવાં હતાં. મને મારાથી ગંભીર ચૂક અને ભૂલ થઈ હોય એવું લાગી આવ્યું. હું મારી ફરજ અને જવાબદારી ચુક્યો હોય એવું લાગ્યું! હવે હું મારાં બાપુજીનો સામનો કરી શકું એવી કોઈ જ પ્રકારની શક્તિ બચી ન હતી! એટલે જો એકવખત પેલા ઇન્ટરવ્યુવાળા સાહેબને વાત કરી જો નોકરીનું કઈક થાય તો એનાથી વધારે સારું કશું જ નહી! જો નોકરીમાં રાખી લે તો MSc કરવું જ નથી! એવું નક્કી કર્યું!

હું જેમતેમ ઉભો થયોમોઢું ધોઈજેમતેમ નાસ્તો કરીમારાં મિત્ર ધર્મેશનાં ઘેરે ભાગ્યો… ત્યાં જઈ આખી વાત કહી અને મારે ૧૦૮માં જોડાવું છે એવું જણાવ્યું. એટલે એ તૈયાર થયો અને અમે બન્ને કોલેજ ઉપડ્યા. ત્યાં જઈ અમારાં શિક્ષકને પેલાં ઇન્ટરવ્યુ માટે આવેલ સાહેબોનાં નંબર માગ્યા! એમનાં નંબર મળતાં અમે બહાર જઈ STDમાંથી ફોન જોડ્યોમેં વાત કરી કે મને રાખી લો સાહેબ નોકરી પર! પણ સામેથી જવાબ આવ્યો કેસિલેક્ટ થયેલા છોકરાઓની તાલીમ શરુ થઈ ગઈ છે એટલે હવે કદાચ ચાર મહિના બાદ ભરતી આવશેઅને ૧૦૮માં હજુ ઘણાબધાની જરૂર છે જ એટલે હવે પછીની ભરતીમાં મને નોકરી પર રાખી લેશે એવું કહ્યું અને વાત પૂરી થઈ… મારાં મનને કોઈ ખાસ આશ્વાસન કે સમાધાન ન મળ્યું હતું.. મને ચિંતામાં જોયી ધર્મેશે કહ્યું,”મહેશતું ખોટી ચિંતા કરે છે!”,”યારઆ ચિંતા નથીઆતો કોઈ જોઈ ન શકે એવો પહાડ જેવો ભાર છેજવાબદારી અને ભૂલનો ભાર!” મેં કણસતા અવાજે જવાબ આપ્યો! તું કહે તો હું તારા બાપુજીને સમજવું!”, “ના યાર… એ કોઈ ઉપાય નથી… એતો છટકબારી છે!… જે થાય એ…. સારું હવે આપડે જયારે ફોર્મ ભરવાનું થાય એટલે મને કેજે”… બસ આવી નીરસ વાતો સાથે અમે છુટ્ટા પડ્યા… 

હું ઘેરે પોચ્યો… બપોરનું જમવાનું તૈયાર હતું! નવીન વાનગીઓ બની હતી! અને વાતાવરણમાં કોઈ જ તાણ ન હતું! બધું બરાબર હતું… મારાં બાપુજીનાં મનમાં જે કઈ પણ હતું એ બધું એમણે મારી બાને જણાવી દીધું એટલે એ હવે શાંત હતાં! પણ મને હવે કોઈ અસર થાય એવું લાગતું ન હતું… માંડ માંડ જમ્યોમારાં મનમાં જે મારાં માટે આભાસી હીનભાવ જે પેદા થયો હતો એ મને કોઈ પણ રસનો સ્વાદ લેવાં દેતો ન હતો! આવાં મારાં માનસિક દુખમાંથી છુટકારો અને મારાં બાપુજીની નજરમાં ફરી એક સારું સંતાન તરીકેની યોગ્યતા તો જ પ્રાપ્ત કરી શકું જો હું MScમાં એડમિશન મેળવું! બસ આજ વાતને મારાં મને પકડી લીધી! અને મારું હવે પછીનું જીવનઅનુભવો અને દિનચર્યા સહીત બધું બદલાઈ ગયું!

આમતો હું બપોરે સુઈ જતો પણ આજે ઊંઘ આવે એવું ન હતું… સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં પ્રવેશ પરીક્ષા હોય છે ૫૦ ટકાની એવી મને જાણ થઈ હતી! એટલે હવે એ પ્રવેશ પરીક્ષા જ મારો ઉદ્ધાર કરે એવું લાગ્યું! મેં અત્યાર સુધીનું બધું જ કેમિસ્ટ્રી વાંચી લેવું એવું નક્કી કરી૧૧માં ધોરણની કેમિસ્ટ્રીની ચોપડી શોધી વાંચવા બેઠો! લગભગ એક મહિનો હતો મારી પાસે અને ૧૧-૧૨ તેમજ કોલેજનાં છયે સેમેસ્ટરનું કેમિસ્ટ્રી વાંચવાનું હતું! અઘરું હતું અને થોડું અશક્ય પણ છતાં આ મનોપીડાને ભૂલવા વાંચવું તો પડશે જ! … એટલે હવે કઈ પણ થાય MScમાં એડમિશન લેવું એ જ બધાં દુઃખનો અંત છે એવો સાક્ષાતકાર થયો!

હું મારાં મિત્રોમાં ફક્ત ધર્મેશ સાથે જ જોડાયેલો… કોઈ પણ જાણકારી મળે એટલે એ તરત જ મને કેતો!…. થોડાં અભ્યાસ અને માહિતી બાદ મેં એવું નક્કી કર્યું કે સૌપ્રથમ રાજકોટમાં MSc માટે ફોર્મ ભરવાનું અને ધારો કે ત્યાં ન જ મળે તો બીજી યુનીવર્સીટી નક્કી કરી હતી એ હતી કચ્છ યુનીવર્સીટી! એ હજુ નવી હતી એટલે ત્યાં તો મળી જ જવાનું એવું મને જાણવા મળેલ! મારે બીજી તકલીફ એ પણ હતી કે સરકારી સીટ પર મળે તો જ ઠીક નઈ તો MSc અસંભવ!

BScનું પરિણામ આવી ગયેલું૫૯ ટકા પુરા! એટલે તરત હિસાબ કરી લીધો કે આનાં સીધાં અડધા થઈ જશે એટલે આપડે હવે પ્રવેશ પરીક્ષામાં જ કઈક ચમત્કાર કરો! 

મારું વાંચન એકધારું હતું! હું જેવું વાંચવાનું બંધ કરતો કે તરતજ મારું મન મને કોસવા તૈયાર રહેતું એટલે એ ડરનાં લીધે હું ચોપડી હાથમાંથી છોડતો જ નહી! કોઈ ઘરનાં કામે બઝારે જતો તો જાણે એવું લાગતું કે હું કોઈ ચક્રવ્યૂહમાંથી બહાર નીકયો હોય!… જેમ જેમ ઘરથી દુર જતો એમ રાહત લાગતી! બઝારનું કામ પૂરું કરી કોઈ છાયે આરામ કરવાં રોકાતો… માનસિક આરામ! મારું મન તો મેં ઘેરે જ મૂકી દીધેલું એટલે હવે અહી કોઈ હેરાનગતિ ન હતી! પણ જેમ જેમ ઘેરે પાછો આવતો એમ એમ ગભરાહટ અને અકળામણ શરુ થતી! સાયકલને પેન્ડલ મારવાનું રોકાઈ જતું! ઘેરે પહોચતો એટલે ઘરમાં જતાની સાથે જ ચોપડી લઈને બેસી જતો!

ફોર્મ ભરવાની તારીખો આવી ગઈ હતી! એટલે MScનું ફોર્મ ભરવા માટે રાજકોટ ગયાં! ફોર્મ ભરી જમા આપ્યું… પરીક્ષાની તારીખ પછી જણાવવામાં આવશે એવું કહ્યું. થોડાં દિવસો બાદ ધર્મેશે કહ્યું કે ભાવનગર યુનીવર્સીટીમાં ભરવું હોય તો ચાલ! મેં ના પાડી કેમ કે ત્યાં હું બીજી યુનીવર્સીટીવાળો ગણાવું એટલે ત્યાં નિયમ મુજબ ખુબ ઓછી સીટો મળે! અને એ BScની ટકાવારી પ્રમાણે મળે એટલે ત્યાં સરકારી સીટમાં મળે તેમ ન હતું એટલે ના પડી! પછી કચ્છ યુનીવર્સીટીમાં ફોર્મ ભરવાની તારીખ આવી! એ હજુ નવી જ યુનીવર્સીટી હતી એટલે એને પોતાનાં કોઈ BScનાં બવ બધાં વિદ્યાર્થીઓ ન હતા એટલે ત્યાં એડમિશન મળે એ તો નક્કી જ લાગતું હતું એટલે ત્યાં હું અને ધર્મેશ ફોર્મ ભરવા માટે ગયાં! સુરેન્દ્રનગરથી રાત્રે ૧૦ વાગે બેઠા તો સવારે ૯ વાગે યુનીવર્સીટી પર પહોચ્યાં! ત્યાં પણ ફોર્મ ભર્યું… હવે રાહ માત્ર સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની પ્રવેશ પરીક્ષાની તારીખની હતી!

પરીક્ષાની તારીખ આવી! બે અઠવાડિયા જેટલો જ સમય હતો હવે! કઈ પણ થાય પરીક્ષામાં સારું પ્રદર્શન થાય તો જ મારું એડમિશન થાય એવું હતું એટલે હજુ વધારે ધ્યાનથી વાંચવા લાગ્યો! ૧૧-૧૨નું કેમિસ્ટ્રી તો પૂરું કરી નાખ્યું હતું એટલે હવે BScનું પણ મોટાભાગનું પૂરું થયેલું અને હવે બાકી રહેલું પણ જો પૂરું થાય એટલે મનમાં એક વિશ્વાસ બંધાય કે બધું વાંચેલું છે એમ! એટલે જેમ બને એમ પૂરું કરવાની કોશિસ કરવા લાગ્યો! લગભગ એક મહિનો જ મળેલો પણ ખાસ્સું વાંચન પૂરું કરી દીધેલું!

પરીક્ષાનાં દિવસે હુંધર્મેશ અને અમુક મિત્રો અહીંથી બસમાં બેસી રાજકોટ ગયાં! ત્યાં કેમિસ્ટ્રી ડીપાર્ટમેન્ટમાં સરકારી સીટો ફક્ત ૪૦ જેવી હતી અને પરીક્ષા આપી એડમિશન લેવાની ઈચ્છાવાળા ઢગલાબંધ! બધાનાં આત્મવિશ્વાસ અને એમનાં ચહેરાની ચમકે મને થોડો નર્વસ કરી દીધો! આ બધાંમાંથી મને કેમ મળે જગ્યાછતાં અંતિમ પ્રયત્ન સમાન એક જોર લાગવાનું હતું! એટલે પેપર આવ્યુંભગવાનનું નામ લઈને જવાબો ટીક કરવાં લાગ્યો! પેપર પૂરું કરીમળવાની જગ્યા પર આવી હું ઉભો રહ્યો! બીજા મિત્રો પણ આવ્યાબધાં પેપરની ચર્ચા કરતાં હતાં પણ હું ચુપ હતો! માર્ક્સ સારા આવશે એ નક્કી હતું પણ એડમિશન થશે કે નઈ એ ચિંતા હતી! પણ હવે એક બીજી ચિતા મોઢું ફાડી ઉભી હતી કે હવે ઘેરે જઈને શું કરવું! કેમ કે હવે તો એડમિશન ન મળે ત્યાં સુધી કોઈ કામ પણ ન હતું! 

ઘેરે આવી જમીને સુઈ ગયો! સવારે ઉઠી મારાં બાપુજીનાં એક મિત્ર છાસનો ધંધો કરતાં અને એમણે થોડાં દિવસો માટે બહાર ગામ ગયેલાં તો હું ત્યાં બેસવા લાગ્યો અને છાસ વેચવા લાગ્યો! જોડે કેમિસ્ટ્રીની કોઈ ચોપડી રાખતો એટલે હું સતત કામમાં રહું તો મારું મન મને હેરાન ન કરે! મારાં બાપુજી પણ ક્યારેક ત્યાં બેસતાં જો ઘેરે કોઈ કામ ન હોય તો! પણ હમણાં તો હું જ હતો! 

જાણવા મળ્યું હતું કે પરિણામ તો ત્રણ દિવસમાં આવી જશે! એટલે આતુરતા મને કોઈ જગ્યાએ ચેનથી બેસવા ન દેતી! સાથે સાથે કચ્છ યુનીવર્સીટીની પ્રવેશ પ્રક્રિયા પણ શરુ થવાની જ હતી એટલે જો સૌરાષ્ટ્રનું પેલા નક્કી થાય તો જ સારું નહીતર જો કચ્છનું પેલા નક્કી થાય તો ત્યાં ફી ભરવી પડે નઈ તો એડમિશન ન મળે અને ફી કોઈ એક જ જ્ગ્યાએ ભરી શકાય એવું હતું! એટલે સૌરાષ્ટ્રનું પરિણામ પેલા આવે અને કચ્છમાં એડમિશન પછીની તારીખોમાં થાય તો જ મને સગવડતા પડે!

હું દુકાન પર બેઠો હતો ત્યાં ધર્મેશ આવ્યો,”મહેશદુકાન શરુ કરી કે શું?” હસતા હસતા પૂછવા લાગ્યો! મેં કહ્યું ના ભાઈ ના! તને કેમ ખબર પડી કે હું અહી છું? “. “મેં તારા બાપુજીને ફોન કર્યો હતો એટલે એમણે મને કીધું કે તું અહી છો એટલે હું અહી આવી ગયો!” એણે કહ્યું! લે એવું શું કામ હતું તે તું છેક આટલે સુધી આવી ગયો?” મેં અચરજ સાથે પૂછ્યું! ભલા માણસકામ જ એવું હતું ને! એટલે મેં તારા બાપુજીને પણ નથી કીધું અને સીધો તને મળવા આવી ગયો!એણે ચમકતી આંખે અને હસતા ચહેરે જવાબ આપ્યો! શું કામ હતું એ તો કે!”… મારાં પરમ મિત્રએ કીધું કે,” તને તો નઈ ખબર હોય પણ તું પરીક્ષામાં પાસ થયો છે અને તું શોર્ટ લિસ્ટ થયો છો! એ પણ સરકારી સીટ પર! ખાલી ૧૦૦૦ રૂપિયા ભરી દે એટલે એડમીશન પાક્કું! લે આ મીઠાઈ લઈ આવ્યો તારી માટે!”, મેં તરત પૂછ્યું,”તું સિલેક્ટ થયો કે?” એણે હસતા જવાબ આપ્યો,”નાયાર… મારું ન થયું! પણ ભાવનગર કે કચ્છમાં તો નક્કી જ છે ને! તને મળી ગયું એટલે બસ! મારો એક મિત્ર તો સૌરાષ્ટ્રમાં છે ને હવે!” હું કેવો ભાવ પ્રદર્શિત કરું એ મને ન સમજાયું! મારો હિતેચ્છુ મારાંથી દુર થવાનો હતો અને મને MScમાં એડમીશન મળ્યું હતું! મેં કહ્યું,”મને રાજકોટમાં તારા જેવો મિત્ર મળે તો સારું!”, “અરે ત્યાં પણ તને મિત્રો મળશે જપણ મારી એક સલાહ છે કે તને જે ઓળખે એને જ મિત્ર બનાવજે!” હસતા મોઢે કહ્યું એણે! એ મારી સાથે ફી ભરવા પણ આવશે એવું કહ્યું અને પછી એણે ઘણાબધા અભિનંદનો આપી રવાનાં થયો! મેં દુકાનનો દરવાજો બંધ કરીમનનો ભાર ઉતારીપાંપણો ભીની કરીહું સાયકલ લઈ ઘેર જવા ઉપડ્યો! હું મારી જ બનાવેલી કેદમાંથી મુક્ત થયો! પણ આ કેદ હતી કદાચ એટલે જ મને MScમાં મળ્યું હશે!” એમ વિચારતો ઘેરે પોચ્યો!

બપોરનો જમવાનો સમય થઈ ગયો હતોબધા જમવા બેઠાં! હું શાંત હતો! આજે ભોજન ભાવ્યું હતું! જમી લીધાં પછી મેં કીધું કે મને રાજકોટમાં MScમાં મળી ગયું છે અને આપડે ફી ભરવા જવાનું છે! હું અને ધર્મેશ બન્ને જઈશું! મારાં બાપુજી ખુશ થઈ બોલ્યા,”સારું કર્યું લે!” “ધર્મેશને પણ મળી ગયું ને!”, “ના એને નથી મળ્યું!” મેં કહ્યું! લે! એને ન મળ્યું?!” ચમકીને બોલ્યાં. મેં કહ્યું એ થોડાં માર્ક્સ માટે રહી ગયો! પણ એને બીજી યુનીવર્સીટીમાં તો મળી જ જશે!”. એમણે આનંદ વ્યક્ત કર્યો! હું બીજા દિવસે રાજકોટ જવા નીકળ્યો અને મારો મેરીટ નંબરએડમીશનની તારીખફીપ્રોસેસ વગેરે જાણવા પોચી ગયો!

મળેલ તારીખે જરૂરી ફીની વ્યવસ્થા કરી કેમિસ્ટ્રી ડીપાર્ટમેન્ટમાં ફી ભરી દીધી! ભણવાનું શરુ ક્યારથી થશે અને ત્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા શું છે એની પણ તપાસ કરી લીધી! થોડાં દિવસમાં ધર્મેશનું પણ કચ્છ યુનીવર્સીટીમાં એડમિશન થઈ ગયું હતું પણ પછીથી એને ભાવનગર યુનીવર્સીટીમાં પણ મળી જતાં એણે કચ્છ યુનીવર્સીટીમાંથી એડમિશન રદ કરાવેલ! આમ અમે બન્ને અલગ અલગ યુનીવર્સીટીમાંથી માસ્ટર થવાં તૈયાર થયા!

ડીપાર્ટમેન્ટ શરુ થયાંનાં દિવસે મારાં બાપુજી મને રાજકોટ મુકવા આવેલ! એ દિવસ હતો ૨૮ જુન ૨૦૧૦. મારો જન્મ દિવસ પણ હતો એ એટલે એ તારીખ યાદ રહી ગયેલી! એક અતિસામાન્ય દેખાતો એવો હુંહવે મારે ફરી મારી જાતને સાબિત કરી બતાવવાની હતી! પણ એનો રોમાંચ હું પછી ક્યારેક કહીશ!

ક્લાસમાં દાખલ થયો ને મારી નજર એક મિત્ર પર પડી! હવે એ મારો પથદર્શક બનવાનો હતો! હું જ્યાં છું ત્યાં પહોચવા માટે!

જીવન ખરેખર એવી અનિશ્ચિતતાઓ અને અસમંજસમાંથી પસાર થાય છે કે એવે સમયે જો કોઈ ભેરુબંધ મળે તો આપડો બેડો પાર ઊતરી જાય! હું મારી જે કોઈ પણ પ્રકારની સફળતા મેળવી શક્યો એમાં મારાં મિત્રોનો ફાળો વિશેષ રહ્યો છે! એ બધાને યાદ કરું છું! એમણે મારું જીવન ગૌરવવંતું બનાવ્યું! સમજદારી તમારામાં ગમે તેટલી હોય જો કોઈ સાચો મિત્ર ન હોય તો નકામું! સમજ્યા?

-Mahesh Jadav

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Follow us: