share this:

રવિવાર, 23 મે, 2021

જરૂરિયાત અને દ્રષ્ટિકોણ

 લોકોનાં જીવન સરળ ક્યાં હોય છે?

બે ટંકનું સારું જમવાનું મળે તો પણ ઘણું!

છતાં પોતાને જે તકલીફો કે પરેશાનીઓ સહન કરવી પડી એ એના સંતાનોને ન સહન કરવી પડે એટલાં માટેજ તે પોતાનાં બાળકોને સારું શિક્ષણ આપવા તત્પર થાય છે 

પણ

કોઈ ઘરનો મોભી કે મુખ્ય માણસ કઈ બાબતને વધુ અગત્યની અને કોને વધારે પ્રાથમિકતા આપે છે એ અહી મહત્વનું છે!

        2008માં હું SYBScમાં અભ્યાસ કરતો હતોસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2007થી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ શરું કરી દેવામાં આવ્યો હતો! અભ્યાસક્રમ અને ભાષા બન્ને બદલાઈ ગયાં હતાં! તો મને એવાં સમયે રસાયણશાસ્ત્ર વિષય માટેનાં સંદર્ભપુસ્તકોની જરૂરત જણાઈ એટલે મે આ વાત મારાં બાપુજીને કરીતેવો ભોજન કરતા પણ ભણવું-ગણવું વધારે જરુરી છે એવું સમજતાં હતાંએટલે આ મહિને પુસ્તક માટેની જરુરી રકમની વ્યવસ્થા કરી જ આપશે એવુ કહ્યું!
            
દરમહિને એકવાર અમદાવાદ જવાનું થતુંત્યાંના વ્યાપારીઓ તરફથી હાથ-વણાટની વસ્તુઓ બનાવવાનો ઓર્ડર મળતો જે પુરો થયે તેમને આપવાથી કારીગરીનું મહેનતાણુ મળતું. તે મહિને લગભગ 3500-4000 રુપિયા જેવું મળયું હતું!

        જ્યારે પણ દર મહિને તૈયાર થયેલ હાથવણાટની વસ્તુઓ અમદાવાદ વેપારી પાસે જમાં કરવા જવાનું થતું ત્યારે એમની પાસે ઘર માટે ખરીદવાની અંત્યંત જીવન જરુરી વસ્તુઓનું લિસ્ટ હોતું જ એટલે આ મળેલ 3500 માંથી 1500 જેવાં તો ખર્ચાઈ જ જતાબાકીનાં બચેલા રુપિયામાંથી આવતાં મહિનાં માટેના તમામ નાનાં મોટાં ખર્ચાઓ ચલાવવાના હોય છેઅનાજ-દાણા તો સરકારી વ્યાજબી ભાવની દુકાનેથી થોડું મળતું એટલે ચાલે જતું!

        તો એ મહિનેજરુરી વસ્તુઓનાં લિસ્ટમાંથી અમુક વસ્તુઓ મારાં બાપુજી નોતા લાવ્યાંએટલે મારાં બાએ એનું કારણ પુછતાં કહ્યું કે,”આવતાં મહિને આ વસ્તુઓ લઈ આવીશુંજો આ મહિને જ આ વસ્તુઓ ખરીદી લીધી હોત તોમુન્ના(મારું હુલામણું નામ)ને જે ચોપડી લેવાની છે એ ન આવી શકેએટલે ચોપડી જરુરી છે આ જ મહિનેબીજું આવતાં વખતે!

        એ પુસ્તક હતું ‘Organic Chemistry-Morrison and Boyd’ જેની એ વખતે અંદાજીત કિંમત 500 રુપિયાની આસપાસ હતી! જે મેં તે મહિને જ ખરીદીઅને હજુ પણ છે! એ પહેલી સંદર્ભપુસ્તક હતી જે મારી પાસે આવી!

પછીથી દર 6 મહિને આવું ‘મોંઘુ’ એકદુ પુસ્તક ખરીદવું એવુ નક્કી કર્યુ!

જ્યાં સુધી આપણે એ જ નહિ સમજી શકીએ કે ‘જરુરી’ શું છે ત્યાં સુધી આત્મ-નિર્ભરતા કેવી રીતે પ્રાપ્ત કરી શકીશું?
        
આટલી આવડત અને કારીગરી હોવાં છતાં મહિને માત્ર ચાર- પાંચ હજાર જ કમાઈ શકતો કારીગર (જે દિવસનાં 8 થી 10 કલાક કામ કરે છે)પોતાનાં સંતાનોને આ વ્યવસાયમાં લાવવા માંગતો જ નથી! એ નથી જ ઈચ્છતો કે એનું સંતાન પણ આવી ‘મજુરી’ કરે! વ્યાપારીઓ પાસે આજીજી કરવી પડેકારીગરીની કોઈ કિંમત ન થાયપરીવારની પ્રાથમિક જરુરતો પણ ન પુરી થાયએવો વ્યવસાય શા માટે કોઈ પિતા પોતાનાં પુત્રને આપે?

એ વાતમાં કોઈ જ નવાઈ નથી કે એક સમય એવો આવશે કે ભારતમાં રહેલી ઉમદા આવડતોકલાઓ અને કારીગરીઓ વિલુપ્ત થઈ જશે!

જ્યાં સુધી સમાજ અને સરકાર આ કારીગરો અને ખેડુતોને પ્રોત્સાહિત નહિ કરે તેમની આવડતોનુ યોગ્ય મુલ્યાંકન નહિ કરે ત્યાં સુધી ‘આત્મનિર્ભરતા’  એક સપનું જ બની રહેશે!

કારીગરો અને ખેડુતો પોતાને ‘ગુલામ-મજુર’ નહિં સમજે તો જ સમાજની આધ્યાત્મિકતા જળવાઈ રહેશે!

દરેક પ્રકારનાં ઉદ્યોગોને ‘કાચાં-માલ’ અને ‘સાધનોની જરુર પડે છે! અને એમાં કામ કરતાં ‘કારીગરોની પણ!

એટલે મૂળ મજબુત કરોવૃક્ષ આપોઆપ ટકી જશે અને ફળ પણ આપશે!
અને ખરી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરશે!

-મહેશ જાદવ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Follow us: