share this:

Sunday, May 9, 2021

મારી બારાખડી

 નાનું બાળક ક્યારેય સર્જનાત્મક નથી હોતું! એતો કોઈ બાબતનું ફક્ત અનુકરણ અથવા પુનરાવર્તન કરતાં જાણે છે! સર્જનાત્મક બનતા વાર લાગે! અમુકને ઓછી લાગે અમુકને વધારે લાગે! પણ હાદરેક વ્યક્તિ સર્જનાત્મક તો હોય જ છે અથવા બનતી જ હોય છે!

હું બીજા કે ત્રીજા ધોરણમાં હતોલગભગ બીજામાં જ! હા… બીજા ધોરણમાં જ! લીંબડી તાલુકાનાં શિયાણી ગામની એ પ્રાથમિક શાળા નં.1…  સ્કુલે જવું ગમતું હતુંપણ કોણ જાણે કંઈક ડર મનનાં તળિયે ક્યાંક ચોટી ગયેલો! કોનો ડર?… કાકાથી ડર લાગતોશેરીનાં મોટાં છોકરાઓથીસ્કુલનાં રસ્તે સૂતેલ કુતરાઓથી કે પછી પેલાં સાહેબો કંઈક પુછવા ઉભો કરશે એ વાતથી! કઈક ડર હતો અથવા તો કઈક-કેટલાએ ડરો હતાં! હજુ પણ ક્યારેક યાદ આવી જાય તો અકળામણ થાય કે હું માત્ર છએક વરસનો અને આટલો બધો ડર હતો!

એકવાર વર્ગ શિક્ષકે બારાખડી પાકી કડકડાટ કરી લાવવાનું કહ્યુંજો નઈ આવડે તો માર પાક્કો હતો!

ઘેરે આવી કાકાને કહ્યું… એમણે બારાખડી શીખવી! કકાકિકી…. (ઉદાહરણ તરીકે પેલી લાઈન શીખવી)

પેલી લાઈન તો પાક્કી થઈ ગઈ… (ઊંઘમાં પુછે તો પણ બોલી જવ)

હવે આવી જ રીતે બીજા બધાં અક્ષર માટે બોલવાનુંસમજાયું?” કાકાએ કર્કશ અવાજમાં જોર દઈ પૂછ્યું!… મેં કીધું,”હા”! (ડર અને વિશ્વાસ વચ્ચે ઝોલાં ખાતો હતો મારાં મોઢાંમાંથી નિકળેલ શબ્દ હા’)
પણમને બારાખડી આવડી ગઈ એવો વહેમ! કોઈએ જાણવાની કોસિસ ન કરી કે શું ખરેખર આવડી કે! (વ્યક્તિગત સમય ક્યાં હતો કોઈ પાસે?)

બે દિવસ બાદ વર્ગ શિક્ષક જે એક બેન હતાએમને વારા ફરતી બધાંને પુછવા લાગ્યાંપોતાની પાસે બોલાવી બારાક્ષરીની કોઈ પણ એક લાઈન પુછતાં… જેને ન આવડે એને 2-2 ધબ્બાં!

હું તો મંત્રની જેમ મનમાં યાદ કરવા લાગેલ…! મારો નંબર બોલ્યાંહું ગયોઉભો રહ્યો! પુછ્યું… “તૈયાર કરી લાવ્યો?” મેં હા’ માં ખાલી માથું ધુણાવ્યું! બોલ ની લાઈન! હું ફટાફટ બોલી ગયો!… કાકિ,…!” ખુબ સરસ… ચાલ હવે ની લાઈન બોલ!

હું મુંઝાયો… ‘નો તો અભ્યાસ જ ન કર્યો હતો (કરાવ્યો પણ ન હતો કોઇએ)… પણ કાકાએ કહેલી પેલી વાત મને યાદ આવી, ‘બસ હવે આવી જ રીતે બીજા અક્ષર માટે બોલવાનું! ‘”આવી જ રીતે!

મેં તરત જ ઊંડો શ્વાસ લઈબોલવા માંડ્યો… “કાકિકી…”… ઉભો રે! મેં કીધું ની લાઈન!, ‘’ તો તું બોલી ગયો ને!

મને કંઈ સમજાયું નઈપણ હુ ખોટો છું એવુ મને લાગ્યું… ગભરાહટ શરું થઈફરી બોલવાની શરૂઆત કરી… કાકિકીકૂકુ

બેન ગુસ્સે થયાં, “સમજતું નથી તનેમેં જે આંગળી મૂકી છે એ અક્ષરવાળી લીટી પુરી કરબીજી લીટીખ-વાળી!!” એ શિક્ષક હતાં… છતાંપણ એ સમજી ન શક્યા કે પ્રોબ્લમ’ શું અને ક્યાં છે?
ફરી એ જ પુનરાવર્તન મે કર્યુ (શું કરુંમનમાં પહેલી લીટી સિવાય કશું હતું જ નઈ તો!)
બે ધબ્બાં પડ્યાં… … કાન પકડી-ખેંચી કહ્આયું, “સાંભળઆને ખખાખિ… એમ બોલવાનું… એના પછી… ગાગિ… એમ બોલવાનું!”…”સમજાયું?” (મને એજ પેલો કર્કશ અવાજ અને એજ અવાજમાં જોર! ફક્ત સ્વર અહી સ્ત્રીનો હતો!) વળી પાછાં બે ધબ્બાં પડ્યાં!

ખુબ સહેલું હતું… પણ મને જ ન સમજાયું!!!મેં એ દિવસે આખી બારાખડી મોઢે કરીપણ આમાં ક્યાંય કશું નિર્માણ થયું હોય એવી ખુશી મને નોતી! અને પેલો ડર પણ કાયમ ચોટી ગયો કે મને ન આવડ્યું!

બાળકોની સુક્ષ્મ-સર્જનાત્મકતા (જે હજુ મનમાં એક કુમળાં છોડ સમાન ઉગી જ રહી હોય છે!) જાણે અજાણે જ સુન્ન પડી જતી હોય છે! અરે બાળક તો શું કોઈ પુખ્તવયના માણસની વિચાર કરવાની શક્તિ અને નવું કરવાનો અભિગમ નાશ પામતો હોય છે ને! જો અનુકુળ સદભાવ કે પ્રેમભાવ ન મળે તો!!!

લોકોની સર્જનાત્મકતા માટેઆદેશથી સુચના આપીઆ કરઆમ કરકે આવું કે આવી રીતે કર… આ બધુ માણસની સર્જનાત્મકતાને ભરખી જાય છે! એની બદલીમાં જિજ્ઞાસાથી પૂછવું જોઇએશું કર્યુકેવું કર્યુકેમ અને કેવી રીતે કર્યુ!!! આ સવાલો એને કામ કરતો કરશે! પોતાની રીતેપોતાની જાતે!

આદેશમાં છુપો રોષ ઉત્પન્ન થાય છેજ્યારે જિજ્ઞાસા સન્માન પેદા કરે છે!
બોસ અને લીડરની સફળતાનાં તફાવતનું કારણ આ જ છે!
લોકો જો સર્જનાત્મક હશે તો વિકાસ કરી શકે છે!

આદેશો માણસને આધિનતાનો અહેસાસ કરાવે છે! જે મુક્ત વિચારોને અટકાવે છેજ્યારે જિજ્ઞાસા એ સ્વયંને સિદ્ધ કરી મુક્તિની અનુભૂતિ અપાવે છે!
એટલે લોકોને મુક્ત કરો! પ્રેમ કરો! પોતે કોઈના પણ આધિન ન બનો!

-Mahesh Jadav

No comments:

Post a Comment

Follow us: