share this:

રવિવાર, 2 મે, 2021

આધારભૂત અભાવ

શું જેવું હોય તેવું આપણે ન જોઈ શકીએકે જોવાં નથી માંગતાંકોણ જેવું છે તેવું જોતાં અટકાવે છે આપણને?

આપણી આજુબાજુ જે કંઈ પણ ઘટી રહ્યું છે શું એને જેવું છે એવું જ આપણે કેમ અનુભવી શકતા નથી!… આંખો-કીકીઓ નબળી છેમન-બુદ્ધિ ક્ષીણ થઈ છે કે હ્રદય-દિલમાં જ વિકૃતિ આવી ગઈ છે!!!

વિષય બહું મોટો છે અને ફરિયાદો પણ અગણ્ય છે!

પણ આપણે માત્ર શિક્ષણ પર અમુક જ બાબતે વિચારીએઅને આંખે બાંધેલ પાટાને થોડો ઢીલો કરી એની તિરાડમાંથી કંઈક સાચું જોવાની કોસિસ કરીએ! કોઈ ફરિયાદ નથીબસ આપણે જે ભૂલ‘ કરી રહ્યા છીયે એના તરફ થોડું ધ્યાન આપીએ! 

ભાષાને ઉગાડવાની હોય છે અને વિજ્ઞાનને વિકસાવવાનું હોય છે! (જોકે આ હવે વિલુપ્ત જ થઈ ગયું છે એમ જ સમજો)… આ બન્ને કામ ભોજનને હજમ કરવા જેટલાં જ સહેલા છે! ભણવાની કોઈ ખાસ પદ્ધતિ નથી હોતીવિષય તમને જેમ વાળે તેમ વળોઉગાડે એમ ઉગો! આપણે વિષયને વાળવાનો કે મરોડવાનો નથી! એ જેવો છે એવો જ એને જુવોએ જેવાં તમને બનાવવા માંગે છે એવા બનો!

ભાષાને ભાષાની જેમવિજ્ઞાનને વિજ્ઞાન સ્વરુપેઅને કોઈ શાસ્ત્રોને એ શાસ્ત્રની માફક જ સમજો! નવાઈ લાગી?… અને વિચિત્ર પણ!… હુ સમજી શકું છું… શિક્ષકોનો દુકાળ છે! એટલે જ આ મુશ્કેલ લાગે છે કદાચ! 

ભાષાવિજ્ઞાનશાસ્ત્રકલા કે કોઈ શિક્ષાનો અભ્યાસ કર્યા બાદ પણ કોઈ વ્યક્તિને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ લાગે છે… આતે કેવું શિક્ષણશિક્ષા પ્રાપ્તિ બાદ તો આવડત અને હિમ્મત વધવી જોઈએ તો આ વિચિત્ર પ્રકારની અયોગ્યતા કેમ આવી ગઈવિશ્વાસની કમી દેખાય એને શું સમજવુંખરેખર તો આ જીવન વિદ્યાનો ઘોર અભાવ છે! એનું એક કારણ એ પણ છે કેઆપણેશિક્ષકે તેમજ સમાજે આ ભાષાવિજ્ઞાનશાસ્ત્ર કે શિક્ષાને તેમનાં મુળ રુપે સ્વિકારવાની બદલીમાં તેને તોડીમરોડિ અને છોડીને માત્ર વ્યવસાયલક્ષી જાણકારી માત્ર બનવી દીધું!જીવનલક્ષીબુનિયાદી શિક્ષણ શુન્ય થયું અને જીવન નિર્વાહ માટેની ન્યૂનતમ યોગ્યતા પણ ગુમાવી બેઠાં! હજુ પણ આ ભુલોનું પુનરાવર્તન થતું જાય છેનવાં નવાં અભ્યાસક્રમો તો શરું થાય છે પણ ક્યાંય જરુરી વિદ્યા‘ મળતી નથી! પૂર્ણતા તો પ્રાપ્ત થવાની જ નથી! અને એની આશા રાખવી પણ વ્યર્થ છે કેમ કે આપણને કેવું શિક્ષણ જોઈએ એ આપણે માત્ર દેખાદેખી અને સરખામણીથી જ નક્કી કરીએ છે જે સૌથી મોટી અને ગંભીર મુર્ખામી છે! જ્યાં સુધી સહજતા નહિ આવે… જેવું છે તેવું જ સમજવાની સમજણ આવશે નહિ ત્યાં સુધી આ બધું બેબુનિયાદી લાગશે! 

ખૈર… આખી શિક્ષણપદ્ધતિ કે નિતિ કે રૂઢિઓ ને બદલી શકાય તેમ નથીઅને ઉપરી શિક્ષણવિદો જો આ વાતને ન સમજે તો સમાજ હજુ પણ ભોગવશે! પણ એક શિક્ષક ધારે તો એ જરુરથી આ સાચી વિદ્યા વિદ્યાર્થીઓને આપી શકે છે! જરુર છે માત્ર એક શિક્ષકનાં આહવાનની! શિક્ષક પોતે પોતાને તૈયાર કરે તો…!!!

ચર્ચા અને વિચારોની રજૂઆત હજુ અડધી છે… તેના તકલીફો અને ઉપાયો ની વાત પણ હજુ આપણે ઊંડાણપૂર્વક કરી નથી જે કરવાની છે…. આપ વિચારો! હું તો ફરી આવીશ… ઉપાયો અને યોજનાઓ સાથે! તમે પણ કૈક ઘડી રાખો! શિક્ષણ માટે!

-Mahesh Jadav

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Follow us: