share this:

રવિવાર, 30 મે, 2021

જાગો છો ને?

લગભગ સમજી લો 100 વર્ષછેલ્લાં સો વર્ષોમાં માણસ દ્વારાં (જો કે માણસ એવું કહે છે કે તે બુદ્ધિમાન અને સંવેદનશીલ’ છેઅને હરએક માણસ કોઈ ને કોઈ ઉત્તમ-માન્યતાઓથી જોડાયેલો જ હોય છે… એવાં માણસ દ્વારાં) સીધી તેમજ આડકતરી રીતે… તમને વિશ્વાસ નઈ આવે! પણઆપણે માણસોએ લગભગ 50 ટકા જૈવિક’ સંપદાને હણી નાખી છે!… પચાસ ટકા સજીવ મરી ગયાં… મારી નાખ્યાં!

હવે એનુ કારણ શું હોઈ શકે?

સમજો કે જો આપણો કોઇપણ વિચાર કે માન્યતા ભાઈચાર’ સુધી પણ સંપૂર્ણપણે આપણને નથી પહોચાડી શક્યા! તો ઇશ્વર કે એની રચનાઓ સુધી તો તે કેમ પહોંચાડી સકશે આપણને?

એક વાત સમજવી જરુરી છે કે આપણે જેને ધર્મ’ માનીએ છીએ એ એક સામાજિક જીવન વ્યવસ્થા’ જ છે! એનાંથી ઇશ્વર કે તેની કૃતિઓ’ ને દૂર દૂર સુધી કોઈ જ નાતો નથી! ધર્મ એ આપણી દિનચર્યાંવ્યવહારસંકલનકર્મ અને ટકી’ રહેવા માટેની રીતો-પદ્ધતિઓનું ચિતરામણ” માત્ર જ છે!

પણ ખરું સમજીએ તો ધર્મ એટલે આપણી નૈતિક ફરજ! નૈતિક ફરજ કોના પ્રત્યેમાત્ર આપણા સમાજ પ્રત્યે જદરેક ધર્મ પાસે પોતાનું એક નીતિશાસ્ત્ર હોય છેજે માત્ર તેનાં અનુયાયી સમાજને જ લાગું પડતું હોય છે અને આ નીતિશાસ્ત્રમાં વ્યક્તિની તેના સમાજ પ્રત્યે શુંકેવી અને કેટલી ફરજો છે! એનો ઉલ્લેખ હોય છેબસ આને જ ધર્મ અને જીવન પદ્ધતિ સમજવામાં આવે છે! 
એટલે જ તો દરેકને એવું જ લાગે છે કે મારી કે અમારી જીવન-પદ્ધતિ શ્રેષ્ઠ છે! અમારો ધર્મ મહાન! (કેમ કે દરેકને પોતાની મુર્ખામી છુપાવવી છે)

પણ મનુષ્ય જો પોતાને ઈશ્વરની શ્રેષ્ઠ-અંતિમ રચના સમજતો હોય અને પોતાનો સાચો ધર્મ જાણતો હશે તો એને ખ્યાલ હોય જ કે એની નૈતિક ફરજ ખરેખર તો આ કુદરત-પ્રકૃતિ પ્રત્યે પ્રથમ હોવી જોઈએ!

વર્તમાન સમયમાં તો ઘણી બધી ઉત્તમ ફિલોસોફી અને માન્યતાઓ અસ્તિત્વ ધરાવે છે છતાં પ્રકૃતિની આવી હાલતમાણસ ભલે આત્માઓ કે ઈશ્વરોની ગાઢ ચર્ચાઓ કરે પણ એટલું તો હવે સિદ્ધ થયું જ લાગે છે કે માણસ ફક્ત પોતાનાં જ વિશે વિચારી રહ્યો છેખરેખર એને જીવન આપતી બાબતોની તેને કઈ જ પડી નથી!

તો હવે આવો સ્વાર્થી માણસ ક્યાં ધર્મ કે કઈ માન્યતાઓ ઉપર આ અપરાધ નાખશે કે ’50 ટકા સજીવોને આ પૃથ્વી પરથી કોણે અને કોનાં અનુયાયીઓએ મારી નાખ્યાં’? કે પછી બધા જ માણસોએ ભેગા મળીને આ પાપ કર્યુ છે?

હું જાણું છું ત્યાં સુધી કોઈ  ધર્મ એવું માને છે કે કોઈને પણ મારીને ખાવાં નઈ (જીવ હત્યા ન કરવી)’… બીજો એક ધર્મ કહે છે કે મરેલું ખાવાંમાં કોઈ વાંધો નથી (પણ ભુખ માટે જીવતાંને તો ન જ મારવાં)… ત્રીજો એક ધર્મ એવું સુચવે છે કે, ‘ભુખ લાગી હોય તો જીવતાંને મારીને ખાઈ જવાં (પોતાને ટકાવી રાખો)… અને ચોથા પ્રકારનો ધર્મ કંઈક એવું કહે છે કે મારી જ નાખોભુખ લાગશે તો ખાઈ જઈશું (આ બધું આપણાં માટે છે માટે એને મારી નાખો)’  ***(અહીભુખ એટલે માણસની જરુરિયાતજીવ એટલે કુદરતી સૃષ્ટિહત્યા/મારી ખાવું એટલે દુરુપયોગ/અતિઉપયોગ એવું પણ સમજી શકાય!)***

તો તમને ખ્યાલ આવ્યો હશે કે આ ધર્મો કે માન્યતાઓ કે વિચારધારાઓ ખરેખર અલગ અલગ પ્રકારની જીવન પદ્ધતિ અથવા તો અમુક મનુષ્યોના સમૂહોની માનસિકતા માત્ર જ છે!

આપણો પ્રથમ સાચો ધર્મ શું

જેનાં પર આપણે નિર્ભર છીએજેને આપણું અસ્તિત્વ બનાવ્યું અને ટકાવ્યું એ કુદરત-પ્રકૃતિની સેવા

હવે મને જણાઓ કે તમે ક્યાં ધર્મનાં છો???

આપણે મનુષ્યો જો પોતાને બુદ્ધિજીવીવિદ્વાન અને દાર્શનિકો સમજીએ છીયે તો આપણે એક એવી જીવન-શૈલી’ તરફ વળવું જ પડશે કે જે પ્રકૃતિમાં લય અને તાલ જાળવી રાખે! બસ!

મેં એટલે જ કીધું શરુઆતમાં કે જાગો છો ને?”

-Mahesh Jadav

રવિવાર, 23 મે, 2021

જરૂરિયાત અને દ્રષ્ટિકોણ

 લોકોનાં જીવન સરળ ક્યાં હોય છે?

બે ટંકનું સારું જમવાનું મળે તો પણ ઘણું!

છતાં પોતાને જે તકલીફો કે પરેશાનીઓ સહન કરવી પડી એ એના સંતાનોને ન સહન કરવી પડે એટલાં માટેજ તે પોતાનાં બાળકોને સારું શિક્ષણ આપવા તત્પર થાય છે 

પણ

કોઈ ઘરનો મોભી કે મુખ્ય માણસ કઈ બાબતને વધુ અગત્યની અને કોને વધારે પ્રાથમિકતા આપે છે એ અહી મહત્વનું છે!

        2008માં હું SYBScમાં અભ્યાસ કરતો હતોસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2007થી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ શરું કરી દેવામાં આવ્યો હતો! અભ્યાસક્રમ અને ભાષા બન્ને બદલાઈ ગયાં હતાં! તો મને એવાં સમયે રસાયણશાસ્ત્ર વિષય માટેનાં સંદર્ભપુસ્તકોની જરૂરત જણાઈ એટલે મે આ વાત મારાં બાપુજીને કરીતેવો ભોજન કરતા પણ ભણવું-ગણવું વધારે જરુરી છે એવું સમજતાં હતાંએટલે આ મહિને પુસ્તક માટેની જરુરી રકમની વ્યવસ્થા કરી જ આપશે એવુ કહ્યું!
            
દરમહિને એકવાર અમદાવાદ જવાનું થતુંત્યાંના વ્યાપારીઓ તરફથી હાથ-વણાટની વસ્તુઓ બનાવવાનો ઓર્ડર મળતો જે પુરો થયે તેમને આપવાથી કારીગરીનું મહેનતાણુ મળતું. તે મહિને લગભગ 3500-4000 રુપિયા જેવું મળયું હતું!

        જ્યારે પણ દર મહિને તૈયાર થયેલ હાથવણાટની વસ્તુઓ અમદાવાદ વેપારી પાસે જમાં કરવા જવાનું થતું ત્યારે એમની પાસે ઘર માટે ખરીદવાની અંત્યંત જીવન જરુરી વસ્તુઓનું લિસ્ટ હોતું જ એટલે આ મળેલ 3500 માંથી 1500 જેવાં તો ખર્ચાઈ જ જતાબાકીનાં બચેલા રુપિયામાંથી આવતાં મહિનાં માટેના તમામ નાનાં મોટાં ખર્ચાઓ ચલાવવાના હોય છેઅનાજ-દાણા તો સરકારી વ્યાજબી ભાવની દુકાનેથી થોડું મળતું એટલે ચાલે જતું!

        તો એ મહિનેજરુરી વસ્તુઓનાં લિસ્ટમાંથી અમુક વસ્તુઓ મારાં બાપુજી નોતા લાવ્યાંએટલે મારાં બાએ એનું કારણ પુછતાં કહ્યું કે,”આવતાં મહિને આ વસ્તુઓ લઈ આવીશુંજો આ મહિને જ આ વસ્તુઓ ખરીદી લીધી હોત તોમુન્ના(મારું હુલામણું નામ)ને જે ચોપડી લેવાની છે એ ન આવી શકેએટલે ચોપડી જરુરી છે આ જ મહિનેબીજું આવતાં વખતે!

        એ પુસ્તક હતું ‘Organic Chemistry-Morrison and Boyd’ જેની એ વખતે અંદાજીત કિંમત 500 રુપિયાની આસપાસ હતી! જે મેં તે મહિને જ ખરીદીઅને હજુ પણ છે! એ પહેલી સંદર્ભપુસ્તક હતી જે મારી પાસે આવી!

પછીથી દર 6 મહિને આવું ‘મોંઘુ’ એકદુ પુસ્તક ખરીદવું એવુ નક્કી કર્યુ!

જ્યાં સુધી આપણે એ જ નહિ સમજી શકીએ કે ‘જરુરી’ શું છે ત્યાં સુધી આત્મ-નિર્ભરતા કેવી રીતે પ્રાપ્ત કરી શકીશું?
        
આટલી આવડત અને કારીગરી હોવાં છતાં મહિને માત્ર ચાર- પાંચ હજાર જ કમાઈ શકતો કારીગર (જે દિવસનાં 8 થી 10 કલાક કામ કરે છે)પોતાનાં સંતાનોને આ વ્યવસાયમાં લાવવા માંગતો જ નથી! એ નથી જ ઈચ્છતો કે એનું સંતાન પણ આવી ‘મજુરી’ કરે! વ્યાપારીઓ પાસે આજીજી કરવી પડેકારીગરીની કોઈ કિંમત ન થાયપરીવારની પ્રાથમિક જરુરતો પણ ન પુરી થાયએવો વ્યવસાય શા માટે કોઈ પિતા પોતાનાં પુત્રને આપે?

એ વાતમાં કોઈ જ નવાઈ નથી કે એક સમય એવો આવશે કે ભારતમાં રહેલી ઉમદા આવડતોકલાઓ અને કારીગરીઓ વિલુપ્ત થઈ જશે!

જ્યાં સુધી સમાજ અને સરકાર આ કારીગરો અને ખેડુતોને પ્રોત્સાહિત નહિ કરે તેમની આવડતોનુ યોગ્ય મુલ્યાંકન નહિ કરે ત્યાં સુધી ‘આત્મનિર્ભરતા’  એક સપનું જ બની રહેશે!

કારીગરો અને ખેડુતો પોતાને ‘ગુલામ-મજુર’ નહિં સમજે તો જ સમાજની આધ્યાત્મિકતા જળવાઈ રહેશે!

દરેક પ્રકારનાં ઉદ્યોગોને ‘કાચાં-માલ’ અને ‘સાધનોની જરુર પડે છે! અને એમાં કામ કરતાં ‘કારીગરોની પણ!

એટલે મૂળ મજબુત કરોવૃક્ષ આપોઆપ ટકી જશે અને ફળ પણ આપશે!
અને ખરી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરશે!

-મહેશ જાદવ

રવિવાર, 16 મે, 2021

સમૂહ જીવન અને માણસ

સમૂહમાં રહેવું એ માણસનો પ્રાકૃતિક સ્વભાવ છે!

સમૂહ જીવન તેને સુરક્ષા પ્રદાન કરે છે! તેનો જીવન નિર્વાહ સરળ બને છે!

પરંતુ આવા સમૂહો અમુક પ્રમાણ પુરતા જ વિસ્તાર ધરાવે છેજો કોઈ સમૂહ ખુબ મોટો થઈ જશે તો એમાં જ વિભાજનો થઈ વળી પાછાં નાનાં નાનાં સમુહોમાં વિભાજિત થઈ જશે!

એટલે માણસ સાવ એકલો પણ રહેવા નથી માંગતો અને અતિવિશાળ ઝુંડમાં પણ નહિ!

રવિવાર, 9 મે, 2021

મારી બારાખડી

 નાનું બાળક ક્યારેય સર્જનાત્મક નથી હોતું! એતો કોઈ બાબતનું ફક્ત અનુકરણ અથવા પુનરાવર્તન કરતાં જાણે છે! સર્જનાત્મક બનતા વાર લાગે! અમુકને ઓછી લાગે અમુકને વધારે લાગે! પણ હાદરેક વ્યક્તિ સર્જનાત્મક તો હોય જ છે અથવા બનતી જ હોય છે!

રવિવાર, 2 મે, 2021

આધારભૂત અભાવ

શું જેવું હોય તેવું આપણે ન જોઈ શકીએકે જોવાં નથી માંગતાંકોણ જેવું છે તેવું જોતાં અટકાવે છે આપણને?

આપણી આજુબાજુ જે કંઈ પણ ઘટી રહ્યું છે શું એને જેવું છે એવું જ આપણે કેમ અનુભવી શકતા નથી!… આંખો-કીકીઓ નબળી છેમન-બુદ્ધિ ક્ષીણ થઈ છે કે હ્રદય-દિલમાં જ વિકૃતિ આવી ગઈ છે!!!

વિષય બહું મોટો છે અને ફરિયાદો પણ અગણ્ય છે!

Follow us: