share this:

Sunday, June 13, 2021

ઉત્તમ જીવનમંત્ર

 ક્યારેક બઝારમાં કશું ખરીદી કરવાં જવાનું થતું તો હું ચોક્કસ એ ટાવરને જોવાં બે ઘડી ઉભો રેતો! અજરામર ટાવર! એમાં અતિવિશેષ એવું કશું નોતું કે હું આકર્ષાઈ ઉભો રેતોપણ એમાં લખેલ એક વાક્યને વાંચવા અને એનો થોડો મતલબ સમજવાં થોડીવાર રોકાઈ જતો!

વાક્ય હતુંજીવો અને જીવવા દો

આ વાક્ય કંઈ ખાસ કોઈને નવીનતા પમાડે એવું નથી કેમ કે દરેકે આ વાક્ય ક્યાંક ને ક્યાંક તો જોયુંવાંચ્યુસાંભળયુ કે બોલ્યાં જ હશો! (આપણને એમાં કંઈ ખાસ નજર ન આવે). સીધી તો વાત છે… પોતે જીવો અને બીજાંને પણ એમનું જીવન જીવવા દો! આમાં કંઈ વિશેષ અર્થઘટન ક્યાં હોય! કોઈ આ વાક્યની સમજુતીમાં કશું વિશેષ કહે તો તેનાં શબ્દો સાંભળીને એટલી ખબર પડે કે કોઈને હેરાન ન કરવાં એવું આ વાક્ય સમજાવે છે! જેણે જેમ જીવવું હોય એમ જીવવા દો! (લગભગ આ જ એનો અંતિમ અર્થ છે?) … પણ શું આટલી સમજુતી પુરતી છેઆનો અર્થ બધાં સુધી તો નથી જ પહોચ્યો! શું જીવો અને જીવવા દો એ જ જીવનમંત્ર હોવો જોઇએશું આવું જીવન એક ઉત્તમ-જીવન ગણાશે?

મારાં મત મુજબ કહું તો… “ના”! (માફ કરજો પણ હું થોડું અલગ વિચારું છુંહાથોડું વધારે જ અલગ!) આ વાક્ય જીવનમંત્ર ક્યારેય ન હોય શકે! કેમ કે આ વાક્ય ઉત્તમ દરજ્જાનું નથી! (એટલે કે આનાં સિવાય પણ કંઈક છે!) વર્તમાન સમયમાં જીવો અને જીવવા દો નાં વાક્યની શું અસર છે અને કેવી અસર છે તે જોઈએ !

કોઈને તકલીફ કે હેરાનગતિ ન થાયદરેક પોતાનું જીવન પોતાની રીતે જીવે એ એનું એક સારું પાસું છે પણ એનો બીજો મતલબ એવો પણ છે કે કોઈ માણસ કે જીવ ગમે તેવું જીવી રહ્યો હોય તો પણ તેમાં દખલ ન દેવી! આ વાક્યની આડ લઈને ઘણી બધી સ્વછંદ્તાં આદરવામાં આવી રહી છેજીવન જાણે કે સ્વાતંત્રતાં પર જ ટકેલું હોય એમ કોઈ વ્યક્તિ કોઈની પણ દરમિયાનગીરી સહન કરી શકતો નથી! ‘Privacy’નાં નામેમને મારું જીવન જીવવા દો નાં નામે પોતાનું જ જીવન નરક બનાવી બેસે છે અમુક હઠી અને બુદ્ધિહિન લોકો!

જીવો અને જીવવા દો નો ભાવ જો કોઈને પરેશાન ન કરવા માટે ઉપયોગમાં લેવાય તો ઠીક છેકોઈનું જીવન સુંદર અને શાંત છે તો એને એની રીતે જીવવા દો એવો અભિગમ સારો છે પણ… આ વાક્યમાં મને કોઈની મદદ કે ઉપયોગમાં આવવાની વાત ક્યાંય જોવાં મળતી નથી! દયા કે સામર્થ્યભાવ મને આ વાક્યમાં શુન્ય દેખાય છે! કોઈ ગરીબદીન છે તો એને મદદ કરવી અને કરુણા પ્રકટ કરવી એવી સમજુતી મને જીવો અને જીવવા દો’ વાક્યમાં ક્યાંય જોવા ન મળી!

તદ્દન સ્વાર્થ પુર્ણકૃત્રિમતાથી ભરેલું અને દયાહિન વધારે પ્રતિત થાય છે આ વાક્ય!

બે ઉદાહરણ આપુંઅલગ અલગ પરિસ્થતિનાં!

એક- કોઈ ધનવાન માણસ છેએની પાસે ચાર માળનો બંગલો છે… એ ચોથા માળે બેઠો બેઠો પોતાનું ભોજન ગ્રહણ કરી રહ્યો છે… તેનાં બંગલાથી થોડે દૂર (જોઈ શકાય તેટલું) એક ઝુપડું છેગરીબ છેકામ મળે તો જમવાનું મળે એવી હાલત! હવે આવું કંઈક દ્રશ્ય છે! એક ધનવાન જમે છે અને એક ગરીબ ભુખ્યો છે! જીવો અને જીવવા દો’ વાક્યની સીધી જ વાત અહી લાગું કરીએ તો એવું કહિ શકાય કે ગરીબ પોતાનું જીવન પોતે જીવે અને અમીર પોતાનું જીવન પોતાની રીતે! શું આમાં ક્યાંય પણ સમૂહભાવ કે સહાયતાની પ્રેરણા મળતી હોય એવુ લાગે છેપેલો અમીરપોતાની બારી બાંધી કરીને ભોજન ગ્રહણ કરી લે છે! અને ગરીબ ભૂખે પેટ સુઈ જશે!

બીજું… કોઈ ઉપર અન્યાય થતો હોય ત્યારે આ એનુ જીવન છેઆ એનો મામલો છેઆ એનું છે એ ફોડી લે!” કંઈક આવું જ શીખવાડે છે- જીવો અને જીવવા દો વાક્ય! અહી કોઈને બચાવવાની તો વાત જ નથી આવતી! ક્યાંથી બચાવેવાક્યમાં કોઈ ક્ષમતાંનો ભાવ જ વ્યક્ત નથી થતો! હિમ્મત જ નથી પ્રદર્શિત થતી આ વાક્યમાં!

તો હવે મને કહોશું જીવો અને જીવવા દો’ એ ઉત્તમ જીવનમંત્ર કેવાય?

ખરેખર તો આ એક જીવનશૈલી છે! સામાન્ય જીવન પદ્ધતિ! એકદમ સામાન્ય! અરે કુતરાં-બિલાડા પણ સારાં કે એ જાનવરો પણ કોઇનો બચાવ કરે છે કોઈનું દુ:ખ સમજે છે અનુભવે છે!

મને બીજાં બે જીવનમન્ત્રો વિશે જાણ થઈ! હું એ તમારી સાથે શેર કરીશ! તમે એ વાક્ય વાંચશો ત્યાં જ સમજી જશોઉપર જે બે ઉદાહરણ આપ્યાં એમાં આ બન્ને વાક્યો ને બંધ બેસાડી કંઈક અલગ અને ઉમદા દ્રશ્ય નિહાળી સકશો!

બીજાં પ્રકારની જીવનશૈલી છે તે સારી છે! જીવનમંત્ર છે, “જીવો અને જિવાડો”! કંઈક સ્વાર્થભાવ ઓછો દેખાય છે આમાંદયા અને હિમ્મત પણ છે! પોતે જીવન જીવોપોતે પેટ ભરોપોતે સુરક્ષિત બનો અને પછી પરોપકાર માટે તૈયાર થાવ! થોડી કૃત્રિમતા ઓછી થઈથોડી કરુણા દેખાઈ! બીજાંને જિવાડવાની ઈચ્છા અને સામર્થ્ય દેખાયા! આવું જીવન સારું જીવન ગણાય છે! સારાં લોકો આ વાક્યને આમરણ આપનાવતાં હોય છે!

હું ત્રીજાં પ્રકારની જીવન પધ્ધતિને ઉતમ ગણું છું! જેમાં કરુણા અને સાહસ ભરપુર છે! મહાન અને ઉચ્ચકોટિનાં લોકોનો આ જીવનમન્ત્ર છે! આખો ઇતિહાસ એમનાથી જ બનતો અને ટકતો હોય છે! ઉમદા પ્રતિભાઓથી!

એ વાક્ય છે, ”જીવાડીને જીવો”!

કુદરતનો સીધો જ આદેશકોઈ જ કપટ કે સ્વાર્થ નહિ અને મજબુતી એવી કે હજારો પેઢીઓ ટકી જાય! દૈવિ-સામર્થ્યથી ભરપુર અને જરૂરતમન્દોનાં મસિહા હોય છે આવાં લોકો!આવા લોકો દાયકાઓ કે સદીઓમાં જન્મતાં હોય છે! અને એમની હયાતી પણ ચિરકાળની હોય છે! જે બીજા માટે જીવે છે ખરેખર તે જ જીવે છે! 

તો… હવે મને કહો! જીવો અને જીવવા દો,જીવો અને જિવાડો,કે જીવાડીને જીવો! અમુક રાક્ષસી મનોવૃત્તિના લોકોનો જીવનમંત્ર બીજાને મારીને જીવો’ એવો પણ હોય છે! પણ આપણે માણસ છીયે એ ન ભૂલવું જોઈએ! તો તમારો જીવનમંત્ર શું છે?

-Mahesh Jadav

Sunday, June 6, 2021

પાલાભાઈનો પાડો

કોઈના વળતરની આશા અથવા કોઈના ઉપકારને લીધે કોઈની મદદ કરવી એતો ખરી મદદ કે ઉપકાર ન કહી શકાય ને!પણ…. જ્યાં આવી કોઈ પરિસ્થિતિ ન હોય અને છતાં કોઈની મદદ માટે પોતાનું હૈયું મોકળું બને તો સમજવું કે તમે માણસ છો!

મારાં બાપુજીના મિત્ર અમારા ઘેરે અવારનવાર બેસવા આવતાવાતો કરતાંગપાટા મારતા! તેવો એકીટશે પેલાં પાડાને જોઈ રહેલા અને પોતાનાં હોકાની એક ઊંડી કસ ખેંચીને બોલ્યાં, “પાલાભાઇતમારો આ પાડો રોજ પુરા વીસ રૂપિયાનો ચારો ઝાપટી જાય છેએટલે મહીને છસ્સો થયા! અને બીજું ઉપરનું કામ તો ખરું જ!એક પાડોશી અને ભાઈબંધ તરીકે કહું છું કેતમે આ તમારા ત્રણ છોકરાઓને ખાવારાવશો કે આ પાડાને?”, “… બધાનું થઈ પડશે! જેનું જેટલું લેણું નીકળતું હશે એટલું ચુકવવું તો પડશે ને!” મારાં બાપુજીએ જવાબ વાળ્યો અને એકીટશે પેલા પાડાને જોઈ રહ્યાં!

            મારાં બાપુજીને અમારા પ્રાથમિક શિક્ષણ અને રોજગારી માટે પોતાનું ગામ છોડી લીંબડીમાં રહેવાં આવાનું થયેલું. એક નવી-નવી સોસાયટીવગડા વિસ્તારની એકદમ અડીનેહજુ પાણીની પણ લાઈનો પોચી નોતી. લગભગ એ વખતે ૧૫ થી ૧૭ જેવા ઘર હશે! બે વરસથી ત્યાં ભાડે રેતા. મને યાદ કે હું એ વખતે છઠું ધોરણ ભણતો૨૦૦૧-૦૨ની વાત!

          અમે બધાં મિત્રો મોઈ-દાંડિયા રમી રહ્યા હતાંત્યાં એક વ્યક્તિનો મોટો બૂમકારો સંભળાયોએક પાડો એમના ઘરની વાડ ઠેકીને ભાગ્યો! હાથમાં દંડો લઈને અમે રમતાં ત્યાં સુધી આવી પોચ્યાં પેલાં પાડાને તાગાડવા! અમે બધા બાજુમાં ખસી ગયેલાં! ત્યાંથી પાછા વળતી વખતે અમારી સામું જોયી બબડ્યા,આ પાડાને પાઠ ભણાવવો પડશેરોજ અમારી ભેશુંનો ચારો અને એમનું દૂધ પી જાય છે! હવે આવે તો એનો વારો જ પાડી દવ!

            એક-બે અઠવાડિયાથી જ આ પાડો દેખાયો હતો! અમારી વસાહતમાંથી એ પાડો કોઈનો પણ ન હતો! ખબર નઈ ક્યાંથી આવ્યો હશેઅમારા ઘરો બધાં વગડા વિસ્તારોની સાવ નજીક અને એ બાજુ ઘણા પશુપાલકો પોતાનાં ઢોર ચરાવવા આવતાંકદાચ એમાંથી આ છુટ્ટો પડી ગયો હશે અને ભૂલો પડી અમારી સોસાયટી બાજુ આવી ચડેલો! સાવ નાનો હતો એ પાડો! કોઈ તેની ગોત કરતું હોય એવું ન લાગ્યુંકોઈ એને લેવા પણ ન આવ્યું હતું આટલા દિવસથી! પેલા ભાઈ જે ગરમ મિજાજમાં બબડતા હતાં માત્ર એમના જ ઘેરે બે-ત્રણ ભેશો હતી એટલે પેલો નાનો બાળ-પાડો એનાં ઘેરે પોચી જતો ચારો ખાવા! પણ આ લાવારીશ પાડાને કોણ સંઘરે…  અને આખી વસાહતમાં એ ફર્યા કરતો જ્યાં ત્યાંથી જે ખાવાલાયક મળતું એ ખાઈ લેતો! અને જ્યાં છાયો હોય ને કોઈ હેરાન કરે તેવું ન હોય ત્યાં સુઈ રેતો!

            પેલા નિર્દોષ બાળ-પાડાને ક્યાં ખબર હતી કે પેલો માણસ કે જેના ઘરનો ચારો એ ખાઈ જાય છે એના મનમાં એનાં માટે કેટલી ખુન્નસ પેદા થઈ ગઈ છે?

જયારે માણસને એવો ખ્યાલ આવે કે હું મારાં વેરની વસુલાત અર્થે એનું કઈ ખરાબ કે ખોટું કરીશ તો પણ મને કોઈ વ્યક્તિગત નુકશાન થવાનું નથીત્યારે એ માણસમાં ડર ન હોવાને લીધે એ સામેનું અહિત કરવા તલપાપડ થાય છે!

 પેલી વ્યક્તિએ મનમાં આતો લાવારીશ પાડો છે એ શું કરી શકવાનોઅને કોણ એના માટે કોઈ ફરિયાદ કરવાનુંકોણ પૂછવાનું કે કેમ એને માર્યુંએટલે આ ડોબાને એકવાર બરાબર માર પડશે તો જ એ મારાં ઘર બાજુ ફરકવાનું ભૂલશે!” એવું વિચાર્યું હશે અને એક સમયે મોકો મળી પણ ગયો! મોટું મજબુત લાકડું લઈ પોતાનો બધો ગુસ્સો પૂરી તાકાતથી પેલા અબોલ-અનાથ પર ઠાલવી ધીધો… જેમ ફાવ્યું એમ માર્યું અને જ્યાં ફાવ્યું ત્યાં માર્યું! પોતાનાં ઘરથી થોડે દુર હાંકી કાઢ્યો! પેલી વ્યક્તિને હવે પાક્કો વિશ્વાસ હતો કે હવે ફરીથી આ જાનવર એના ઘેરે જવાની હિંમત નહિ જ કરે! ક્યાંથી હિંમત થાય, ‘ઢોરમાર” પડ્યો હતોબીચારને!

            અમુક લોકોએ આ ઘટના જોયી હશે… પણ કોઈએ કોઈ જ ખાસ વિરોધ પ્રગટ નઈ કર્યો હોયકદાચ અમુક લોકો પણ ઈચ્છતા હશે કે હજુ મારો એને હજુ મારો!

કોઈ અન્યાય થતો હોય તો સૌપ્રથમ તો ન્યાય પ્રતે લગાવ હોય તો જ વિરોધ કરી શકાય! અહી તો કોઈને પણ ન્યાયકે પેલા પાડા સાથે કોઈ જ લગાવ ન હતો! અને હિંમત પણ ન હતી કે પેલા વ્યક્તિને મારતા રોકે!

            એ દિવસ પસાર થયો અને બીજો દિવસ પણ… અમારા ઘેરે તો એ પાડો રોજે આવતો પણ બે દિવસ થી એ દેખાયો ન હતો. મારાં બીજા મિત્રોના ઘેરે પણ ન દેખાયો! કદાચ એ એના કોઈ માલિકને મળી ગયો હશે અને એનો માલિક એને લઈ ગયો હશે એવું અમુકને લાગ્યું!

            સાંજ હતીઅને મારાં બાપુજીના મિત્ર અમારા ઘર બાજુ કોઈ કામથી નીકળેલા એટલે વિચાર્યું કે લાવ ત્યારે પાલાભાઇને રામરામ કરતો જાવ! થોડી વાત થઈ પછી આ પાડાની વાત નીકળીપાલાભાઇપેલા નરાધમે બિચારા પાડાને અધમુવો કરી નાખ્યો છેપગ ભાંગી નાખ્યો હોય એમ લાગે છે!“,હે… ભગવાન મારાં બાપુજીએ પોતાનો હાથ-વણાટનો ખટારો બંધ કરી નિસાસો નાખ્યો!, “હમણાં ક્યાં છે?”, … આમ સીમમાં એક ઝાડ નીચે બેઠો-બેઠો કણસી રહ્યો છે!”,”હાલોજોવાં એને મારાં બાપુજી આટલું બોલી ઉભા થયા! હું પણ સાથે જવા તૈયાર થયો!

            વસાહતના ઘણા લોકો એને જોવાં આવતાંપાણી પાતાઅને પછી નીકળી જતાં! કોઈને કઈ  ખાસ લાગણી જેવું દેખાયું ન હતું! પાડાની હાલત ગંભીર હતીદવાખાને લઈ જઈ એની સારવાર પણ કોણ કરાવેકોઈ એનો માલિક બનવા તૈયાર ન હતુંઅને… અમે પણ એ જ કર્યુંબસ એની હાલત પર બે નિસાસા નાખીએના ભાગ્યને કોસીનેજીવ બાળીને બધાની જેમ અમે પણ ઘેરે આવી પાછા ગયાં!

            અમુક લોકોએ પેલી વ્યક્તિને ઠપકો પણ આપ્યો કે આવી રીતે કોઈ મૂંગા પશુને તે મારતું હશેપણ કોઈએ પણ કઈ ખાસ મજબૂતાઈથી વિરોધ ન દર્શાવ્યો કે ઝગડો ન કર્યો!

રાત્રે જમવા બેઠા અમે લોકો! થોડું જમી હું અચાનક જ બોલ્યો, ” બાપુઆપડે એને આપડા ઘેરે લઈ આવીએ?” મારાં બાપુજીએ મારી સામે જબકીને જોયુંથોડી પળ જોયી રહ્યાપછી મારાં બાં સામું જોઈ જમવાનું ચાલુ કર્યુંકોઈ વળતો જવાબ કે પ્રતિભાવ ન આપ્યો!

જમી લીધા બાદમારાં બાપુજી અમારા પડોસીઓ પાસે ગયાંથોડી મદદ માટેએક નાની ખાટલી ખભે નાખીમારી સામે જોયું! અને બોલ્યાં હાલએને લઈ આવીએ!” 

અમે તૈયાર થયારાત હતી એટલે બેટરી વગેરે વસ્તુઓ લઈપાડો જ્યાં હતો ત્યાં પોચ્યાં! તેને ખાટલીમાં નાખીબધા લોકોએ ઉપાડી એને ઘેરે લઈ આવ્યા!

અમારા ઘરની સામે એક થાંભલો ત્યાં એને સુવડાવ્યો… એની તપાસ કરી! એનો આગળનો જમણો પગ સોજાઈ ગયેલોકદાચ ત્યાં જ ફ્રેકચર હતું! બાકીની થોડી ઘણી ઈજા સિવાય કશું તપાસી શક્યા નહી!

મુન્નાઆપડા ઘરમાં લાકડીઓની પટ્ટીઓ પડેલી છે૫-૬ લઈ આવસાથે મજબુત દોરી અને ચોખું કપડું… તારી બાંને કે એટલે આપશે!” બાપુજીનો આદેશ લઈ હું તરત જ દોડતો ઘરમાં ગયોજરૂરી બધું લઈ આવ્યો અને સામે ધરી દીધું! પાડાના પગને વ્યવસ્થિત તપાસીએને સીધો કરીપેલી લાકડાની પટ્ટીઓ પગની આજુબાજુ ગોઠવી બરાબર …  અને આજુબાજુ કાપડ અને દોરીથી એક મજબુત પાટો બાંધી દીધો! એ સમયે વિચાર એવો લગાવેલો કે હાડકું તો આપોઆપ જ ઠીક થતું હોય છે એટલે પગ હલે નહી બસ એવી વ્યવસ્થા કરવાની હતી એટલે પાટો બાંધી દીધો! બાકી બધું એના ખાન-પાન પર નિર્ભર હતું કે એ કેટલો જલદી સાજો થાય છે!

            સવાર પડીમારાં હાથમાં દસ રૂપિયાની નોટ મૂકી કીધું કે,જ્યાં ક્યાય પણ કડબનો પુળો કે ચારો મળે ત્યાંથી લઈ આવ! આ દસ રૂપિયામાંથી જે વધારે આપે એની પાસેથી જ લેજે! બાપુજીએ કીધું. મેં હા” પાડીમારી સાયકલ લઈને આખું લીંબડી જ ફરી વાળ્યોલગભગ ૨ કલાક સાયકલ ચલાવી અને ૫ જગ્યાએ ઢોરમાટે ચારા મળતા હતા એમાંથી જેને મને વધુ આપ્યો એની પાસેથી ૧૦ રૂપિયામાં ચારો લઈ આવેલોઅને હું રોજે આવીશ એટલે હવે હું કાયમી ઘરાક છું એમ કહી થોડો નમતાં વજને ચારો લીધો! લગભગ એને ચાલી જાય એટલાં પ્રમાણમાં હતોઘેરે આવીને સીધો જ એને ચારો આપ્યોએણે થોડું ખાધું અને થોડું બાકી રાખ્યું… પાણીની વ્યવસ્થા કરી! તડકો ન લાગે એટલે શણના કોથળામાંથી છાયો બનાવ્યો ચાર ઉભા લાકડા ખોડીને! 

એટલે હવે મારી દિનચર્યામાં એક નવો ટાસ્ક ઉમેરાયો હતો! સવારે ઉઠીને ૧૦ રૂપિયાનો ચારો લાવી એને વ્યવસ્થિત કાપીને ખવરાવવાનું પાડાને! એના ભોજનની વ્યવસ્થા કરવાની જવાબદારી હવે મારી હતી! રોજે ચારો એને ન ફાવે એવું વિચારીક્યારેક શાકભાજીની માર્કેટમાં જતો અને ત્યાં શાકભાજીમાંથી નીકળતો વધારાનો ભાગ હું લઈ આવતો… ક્યારેક પૈસા ચૂકવી વધારે લઈ આવતો તો ક્યારેક તમારે આવા કચરાનું શું કામએટલે મને આપી દોઆમ પણ તમે એને ફેકી જ દેવાના અને માર્કેટનાં ઢોર એને ખાઈ જવાનાઅમારે પણ એક પાડો છે તો એના માટે અમને આ આપી દો!” એવું કહી માંગી લાવતો! ક્યારેક વગડામાં કે ખેતરમાં શેઢે ઊગેલ નકામાં ઘાસને લઈ આવતો! 

            થોડું ઠીકઠીક ભોજન મળવાથી અને દેખરેખથી પાડો થોડો સારો બનતો જતો હતોએ હવે એનો પાટાવાળો પગ ઉંચો રાખી ઉભો પણ રહી શકતો હતો! અમુક લોકો અમારા ઘેરે આવતાં તો અલગ અલગ અભિપ્રાયો આપતા જેને મારાં બાપુજી કાને ન ધરતા!

બે-ત્રણ અઠવાડિયા બાદ પેલા વ્યક્તિ કે જેણે પાડાને માર માર્યો હતો એ આવ્યા,”પાલાકોઈએ નહી અને તે જ આ લાવારીસને આશરો આપ્યો?” આંખો જીણી કરી પેલી વ્યક્તિએ મારાં બાપુજીને પૂછ્યું!

દરેકમાં જીવ હોય છે! તમે ખોટું કર્યું… પણ હવે આ પાડો અમારા આશ્રયે છેએટલે એને લાવારીશ ન સમજો! અમને એમ થયું કે આનું કોઈ નથી અને અમારે એને સાચવવો જોઈએ એટલે હું લઈ આવ્યો એને! હું આશા રાખું છું કે ગમે તેવું કારણ હોય તો પણ તમે હવે આ પાડાને કોઈ જ નુકશાન નહી પહોચાડો! અને જો એવું કઈ થશે તો મજા નઈ આવે!” મારાં બાપુજીએ કડક જવાબ વાળ્યો.

એમ કઈ આવા રખડતા ઢોરની સેવા કરવાથી ભગવાન ન મળે કે દિવસો પાછાં ન વળે પાલા!પેલાં પોતાનાં પેટનું જોવાય અને પછી પારકાનું!હું પણ જોવ છુ કે ક્યાં લગી તું સાચવી શકે છે આ ને!” એટલું બોલી પેલો વ્યક્તિ રવાનાં થયો.

            આમ ને આમ દિવસો અને મહિનાઓ પુરા થયા… હવે પાડાનો પગ પણ સાજો થઈ ગયો હતોઉભો રહી અને ચાલી પણ શકતો હતો! લગભગ દશેક મહિના પસાર થઈ ગયાં! અમે એને ક્યારેક ચરાવવા પણ લઈ જતાં! હવે એને બાંધવાની જરૂર પણ ન હતીએ પોતાની રીતે પણ હરતો-ફરતો પણ સમય થયે પાછો ગેરે આવી જતો!

આખી વસાહત હવે એને પાલાભાઈના પાડા’ તરીકે જ ઓળખતા!

            લોકો ક્યારેક અમારી જીવદયાના વખાણ કરતા અને ક્યારેક અમારી મુર્ખામી પર હસતા! પણ મારાં બાપુજી એ કશું ધ્યાનમાં ન લેતા! બસ જે કામ હાથ લીધું છે એ કર્યે રાખવામાં જ સમજતા!            

સમય વિતતા હવે એ મોટો થતો જતો હતો અને થોડાક ચારા માટે પણ પુરા વીસ રૂપિયા ચુકવવા પડતાં! પણ એનો ભાગ અલગ જ કાઢેલોબધા ખર્ચની જેમ!

            ક્યારેક પડોશીઓ કેતા કે હવે એને એનાં ભાગ્ય પર છોડોક્યાં સુધી ખર્ચો વેઠશો! આ કઈ ભેંશ તો છે નઈ કે કાલે મોટી થઈને દૂધ આપશે!. અમુક લોકો એને ખાટકીવાડે વેચી આવો એવું પણ સુજાવતા!.

પણ… મારાં બાપુજીનો એક જ જવાબ હતો!,” એનું લેણું પૂરું થશે એટલે એ આપમેળે જતો રેશેઅને હજુ એ નાનો છે એને આમ નોંધારો તો ન મુકાય ને!

લગભગ પોણા બે વરસ અમારી સાથે રહ્યો!

એક સવારે અમે ઉઠીને જોયું તો એનામાં કોઈ હરકત નોતી… મારી ગયો હતો! રાત્રે કોઈ ઝેરી જીવ આવીને કરડી ગયું હોય એવું લાગ્યું!

ભગવાનની જેવી મરજી! એ મુક્ત થયો એની અમને રાહત હતી! અને એ હવે નથી એનું દુઃખ પણ!

પાલાભાઈએ તમારી પાસે ગયાં જનમનું કઈક માંગતો હશેજે લેવા આવેલો! અને તમે એની સારી સેવા કરીભગવાન એનું વળતર આપશે તમને!” અમુક હિત્તેછુઓ ઘેરે આવતાં તો આવું કેતા! એના બદલામાં મારાં બાપુજી એવું કેતા કે,આપડે તો અજ્ઞાની માણસ છીએઆપડને આ જીવની ગતિ વિશે શું ખબર પડે! અમને તો જે ઠીક લાગ્યું એમ કર્યું!

આજે પણ જયારે ખુશીઆરામ અને શાંતિનો અનુભવ થતો તો ક્યારેક મારાં બાપુજી એવું કેતા કે કદાચ આ પેલાં પાડાની કરેલ સેવાનું જ પરિણામ હોવું જોઈએ!

એટલે… જાણે-અજાણે કરેલ દરેક સદ્કાર્મો અને ઉપકારો તમને જરૂરથી સમૃદ્ધિ અને શાંતિ આપે છે!થોડી દયા રાખો! માત્ર જીવ બાળે શું થવાનુંસહાય કરશો તો ભગવાન પણ એ ભાળશે!

-Mahesh Jadav

Sunday, May 30, 2021

જાગો છો ને?

લગભગ સમજી લો 100 વર્ષછેલ્લાં સો વર્ષોમાં માણસ દ્વારાં (જો કે માણસ એવું કહે છે કે તે બુદ્ધિમાન અને સંવેદનશીલ’ છેઅને હરએક માણસ કોઈ ને કોઈ ઉત્તમ-માન્યતાઓથી જોડાયેલો જ હોય છે… એવાં માણસ દ્વારાં) સીધી તેમજ આડકતરી રીતે… તમને વિશ્વાસ નઈ આવે! પણઆપણે માણસોએ લગભગ 50 ટકા જૈવિક’ સંપદાને હણી નાખી છે!… પચાસ ટકા સજીવ મરી ગયાં… મારી નાખ્યાં!

હવે એનુ કારણ શું હોઈ શકે?

સમજો કે જો આપણો કોઇપણ વિચાર કે માન્યતા ભાઈચાર’ સુધી પણ સંપૂર્ણપણે આપણને નથી પહોચાડી શક્યા! તો ઇશ્વર કે એની રચનાઓ સુધી તો તે કેમ પહોંચાડી સકશે આપણને?

એક વાત સમજવી જરુરી છે કે આપણે જેને ધર્મ’ માનીએ છીએ એ એક સામાજિક જીવન વ્યવસ્થા’ જ છે! એનાંથી ઇશ્વર કે તેની કૃતિઓ’ ને દૂર દૂર સુધી કોઈ જ નાતો નથી! ધર્મ એ આપણી દિનચર્યાંવ્યવહારસંકલનકર્મ અને ટકી’ રહેવા માટેની રીતો-પદ્ધતિઓનું ચિતરામણ” માત્ર જ છે!

પણ ખરું સમજીએ તો ધર્મ એટલે આપણી નૈતિક ફરજ! નૈતિક ફરજ કોના પ્રત્યેમાત્ર આપણા સમાજ પ્રત્યે જદરેક ધર્મ પાસે પોતાનું એક નીતિશાસ્ત્ર હોય છેજે માત્ર તેનાં અનુયાયી સમાજને જ લાગું પડતું હોય છે અને આ નીતિશાસ્ત્રમાં વ્યક્તિની તેના સમાજ પ્રત્યે શુંકેવી અને કેટલી ફરજો છે! એનો ઉલ્લેખ હોય છેબસ આને જ ધર્મ અને જીવન પદ્ધતિ સમજવામાં આવે છે! 
એટલે જ તો દરેકને એવું જ લાગે છે કે મારી કે અમારી જીવન-પદ્ધતિ શ્રેષ્ઠ છે! અમારો ધર્મ મહાન! (કેમ કે દરેકને પોતાની મુર્ખામી છુપાવવી છે)

પણ મનુષ્ય જો પોતાને ઈશ્વરની શ્રેષ્ઠ-અંતિમ રચના સમજતો હોય અને પોતાનો સાચો ધર્મ જાણતો હશે તો એને ખ્યાલ હોય જ કે એની નૈતિક ફરજ ખરેખર તો આ કુદરત-પ્રકૃતિ પ્રત્યે પ્રથમ હોવી જોઈએ!

વર્તમાન સમયમાં તો ઘણી બધી ઉત્તમ ફિલોસોફી અને માન્યતાઓ અસ્તિત્વ ધરાવે છે છતાં પ્રકૃતિની આવી હાલતમાણસ ભલે આત્માઓ કે ઈશ્વરોની ગાઢ ચર્ચાઓ કરે પણ એટલું તો હવે સિદ્ધ થયું જ લાગે છે કે માણસ ફક્ત પોતાનાં જ વિશે વિચારી રહ્યો છેખરેખર એને જીવન આપતી બાબતોની તેને કઈ જ પડી નથી!

તો હવે આવો સ્વાર્થી માણસ ક્યાં ધર્મ કે કઈ માન્યતાઓ ઉપર આ અપરાધ નાખશે કે ’50 ટકા સજીવોને આ પૃથ્વી પરથી કોણે અને કોનાં અનુયાયીઓએ મારી નાખ્યાં’? કે પછી બધા જ માણસોએ ભેગા મળીને આ પાપ કર્યુ છે?

હું જાણું છું ત્યાં સુધી કોઈ  ધર્મ એવું માને છે કે કોઈને પણ મારીને ખાવાં નઈ (જીવ હત્યા ન કરવી)’… બીજો એક ધર્મ કહે છે કે મરેલું ખાવાંમાં કોઈ વાંધો નથી (પણ ભુખ માટે જીવતાંને તો ન જ મારવાં)… ત્રીજો એક ધર્મ એવું સુચવે છે કે, ‘ભુખ લાગી હોય તો જીવતાંને મારીને ખાઈ જવાં (પોતાને ટકાવી રાખો)… અને ચોથા પ્રકારનો ધર્મ કંઈક એવું કહે છે કે મારી જ નાખોભુખ લાગશે તો ખાઈ જઈશું (આ બધું આપણાં માટે છે માટે એને મારી નાખો)’  ***(અહીભુખ એટલે માણસની જરુરિયાતજીવ એટલે કુદરતી સૃષ્ટિહત્યા/મારી ખાવું એટલે દુરુપયોગ/અતિઉપયોગ એવું પણ સમજી શકાય!)***

તો તમને ખ્યાલ આવ્યો હશે કે આ ધર્મો કે માન્યતાઓ કે વિચારધારાઓ ખરેખર અલગ અલગ પ્રકારની જીવન પદ્ધતિ અથવા તો અમુક મનુષ્યોના સમૂહોની માનસિકતા માત્ર જ છે!

આપણો પ્રથમ સાચો ધર્મ શું

જેનાં પર આપણે નિર્ભર છીએજેને આપણું અસ્તિત્વ બનાવ્યું અને ટકાવ્યું એ કુદરત-પ્રકૃતિની સેવા

હવે મને જણાઓ કે તમે ક્યાં ધર્મનાં છો???

આપણે મનુષ્યો જો પોતાને બુદ્ધિજીવીવિદ્વાન અને દાર્શનિકો સમજીએ છીયે તો આપણે એક એવી જીવન-શૈલી’ તરફ વળવું જ પડશે કે જે પ્રકૃતિમાં લય અને તાલ જાળવી રાખે! બસ!

મેં એટલે જ કીધું શરુઆતમાં કે જાગો છો ને?”

-Mahesh Jadav

Follow us: